બ્રેકીંગ ન્યુઝ

તાપીમાં આગમી 22મી સપ્ટેમ્બરે “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત  

તાપી જિલ્લામાં આગમી 22મી સપ્ટેમ્બરે “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે :

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવી પડશે જેની દરેકે નોધ લેવી :

વ્યારા-તાપી : સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા સપ્ટેમ્બર-૨૦૨૨નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તા.22-૦9-2022ના રોજ જિલ્લા સેવાસદન કચેરીના સભાખંડમાં સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને યોજાશે.

આ કાર્યક્રમમાં અરજદારો પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા.10/09/૨૦૨૨ સુધીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે એમ જિલ્લા કલેકટર, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है