બ્રેકીંગ ન્યુઝ

ડેડીયાપાડા પોલીસ ટાટા સફારી કાર સાથે દારૂનો જથ્થો ઝડપી પાડયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ડેડીયાપાડા પોલીસ ટાટા સફારી કાર સાથે દારૂનો જથ્થો ઝડપી પાડયો: 

પોલીસે પીછો કરતા ટાટા સફારીના કાર ચાલક કાર છોડીને ફરાર ટાટા સફારી કારમાંથી 21 લાખ 82 હજારનો કાર સહિત વિદેશી દારૂ નો કુલ મુદ્દામાલ ઝડપાયો: 

પ્રાપ્ત વિગત મુજબ ડેડીયાપાડા ના પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે.પંડ્યા, તથા સ્ટાફના માણસો ને બાતમી મળી હતી કે એક કારમાં દારૂ નો જથ્થો જવાનો છે જેથી પોલીસે મૈન બજાર નજીક નાકાબંધી કરી ત્યારે એક ટાટા સફારી કાર પોલીસ જોઈને ડેડીયાપાડા નવાગામ રોડ પર વળી હતી જેથી પોલીસે તેને અટકાવવાની કોશિશ કરતાં કાર ચાલક પૂર ઝડપે ફરાર થયો હતો જેનો પોલીસે પીછો કરતા અને થોડીક આગળ જઈને પોતાની કાર મૂકીને ફરાર થયો હતો જેથી પોલીસે કારની તલાસી લેતા તેમાં એક પણ વ્યક્તિ મળી આવેલ ન હતો.

પરંતુ આ કાર ટાટા સફારી ગાડી નંબર GJ 05 RU 9834 ના ચાલકે પોતાના કબ્જામાંની ટાટા સફારી ગાડીમાં ભારતીય બનવાના ઇગ્લીશ દારૂની બોટલો નો જથ્થો ભર્યો હતો જે પોલીસ ને મળી આવતા તેને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની ગણતરી કરતા તેમાંથી ૧૨ બ્રાંડ નાની મોટી બોટલો નંગ-નંગ-૮૦૬ કિ.રૂ.૧,૮૨,૨૦૦/-તથા ટાટા સફારી ગાડી નંગ-૦૧ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-તથા કાળા કાપડના ટુકડા નંગ-૦ર કિં.રૂ.૦૦ મળી કુલ્લે કિ.રૂ.૨૧,૮૨,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ની હેરાફેરી કરી પકડાઈ જતા પોલીસે કારચાલાક અને આરોપીઓની તપાસ હાથ ધરી છે જે બાબત તે તપાસ પીઆઇ પીજે પંડ્યા કરી રહ્યા છે આમ ડેડીયાપાડા માંથી દારૂ લઈ જવાનો મનસુબો બુટલેગરો પાર પાડી શકતા નથી છેલ્લા એક મહિનામાં ઢગલો દારૂ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયો છે

પત્રકાર: દિનેશ વસાવા, દેડિયાપાડા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है