બ્રેકીંગ ન્યુઝ

ડેડીયાપાડાના ચકચારી ગેંગરેપના પાંચ પુપ્ત આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડાના ચકચારી ગેંગરેપના પાંચ પુપ્ત આરોપીઓના ચાર દિવસ ના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ;

1 સગીર વયનો કિશોર જુવેનાઇલ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ હોમ રાજપીપલા ખાતે ખસેડાયો;

ડેડીયાપાડાના ચકચારી ગેંગરેપના પાંચ પુપ્ત આરોપીઓના ચાર દિવસ ના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ, જ્યારે 1 કિશોર જુવેનાઇલ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ હોમ રાજપીપલા ખસેડાયો. ભોગ બનેલી સગીરાને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે વધુ તપાસ અર્થે મોકલવામાં આવી છે.

ડેડિયાપાડા તાલુકાના બહુચર્ચિત ગેંગરેપ નાં આરોપીઓ ૧.એક સગીર વયનો છોકરો ૨.અંકિત સતીષ વસાવા ૩.આકાશ ઓશોક વસાવા ૪.રાહુલ વસાવા ૫. રવિ માછી ૬. રાહુલ સોલંકી તમામ રહે દેડિયાપાડા જી.નર્મદા આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરતા આરોપીઓએ સામુહિક બળાત્કાર ના ગુનાની કબૂલાત કરી હતી. જેથી તમામ આરોપીઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે ઇપીકો કલમ 363, 376 (ડી) , 376(2) (એન) ,506 (2),તેમજ પોકસો એકટ કલમ 4 -6-17 તથા એટ્રોસીટી એકટ 3(1) (આર) (ડબલ્યુ),3(2) (5)મુજબ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આજે ચકચારી ગેંગરેપના આરોપીઓના જિલ્લા ની સેશન્સ કોર્ટ દ્વારા ચાર દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં અવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.   

      ડેડીયાપાડાના ચકચારી ગેંગરેપના આરોપીઓને પોલીસે આજે કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટ દ્વારા સગીરવયના પાંચ આરોપીઓના ચાર દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે, જ્યારે એક ને રાજપીપલા જ્યુએનિયલ હોમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે સામુહિક બળાત્કાર નો ભોગ બનેલી સગીરાને એસ.એસ.જી હોસ્પીટલ વડોદરા ખાતે પેનલ ડૉક્ટરો દવારા વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

                         

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है