
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
- જીપ સહિતના નાના વાહનો પણ જો મુસાફરો બેસાડ્યા હોય તો ઢાળ પર પલ્ટી જવાનો ભય:
દેડિયાપાડા તાલુકાના નીચલી માથાસર મોસ્કી ફળિયાનો ખખડધજ માર્ગ છેલ્લા 15 વર્ષ થી બન્યો ન હોવાથી ફોર વ્હીલ વાહનો ને પણ 2 કિલોમીટર ના અંતર માંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. જેમાં ખાસ કરીને ઇમરજન્સી માં ગામમાં આવતી એમ્બ્યુલન્સ કે દરરોજ મુસાફરો સાથે આવતા ખાનગી વાહનો ને પણ ઢાળ ચઢવવો ભારે પડે છે જેમાં વારંવાર ઢાળ ઉપર વાહન પલટી ખાવાનો ભય રહેલો હોવાથી મુસાફરો કે સામાન ખાલી કરી ધક્કા મારી ઢાળ ચઢાવવો પડે છે, છતાં સરકાર કે સ્થાનિક તંત્ર ગ્રામજનો ની વર્ષોની આ ફરિયાદ ધ્યાને ન લેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આસપાસ ના ગ્રામજનો ના જણાવ્યા મુજબ માથાસર ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા અન્ય વિકાસ કામો થતા હોય તો આ તરફનો માર્ગ કેમ ગ્રામપંચાયત 15 વર્ષ થી ધ્યાન પર લેતું નથી.જ્યારે ગામના સરપંચ સોમાભાઈ આ બાબતે ગ્રામજનો ને આ વર્ષે માર્ગ બનશે તેવા આશ્વાસન આપે છે, પરંતુ વિકાસ ના નામે આ તરફ કોઈ નક્કર કમગીરી ન થતા ગ્રામજનો માં રોષ જોવા મળી રહ્યો છે.