બ્રેકીંગ ન્યુઝ

જીવરાજ મહેતા ભવન તેમજ સચિવાલય ખાતે ચુસ્ત બંદોબસ્ત, પોલીસ છાવણીમાં ફેરવાયુ ગાંધીનગર :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

જીવરાજ મહેતા ભવન તેમજ સચિવાલય ખાતે ચુસ્ત બંદોબસ્ત, પોલીસ છાવણીમાં ફેરવાયુ ગાંધીનગર :

ગુજરાતમાં એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે.  ચુંટણી પહેલા પોતાના હક્ક યાદો કરવા કેટલું વ્યાજબી ? જયારે સૌથી વધારે મહેકમ ની જરૂરત પડવાની છે,  તેવા સમયે  સરકાર ને ચારેય તરફ થી ઘેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે,  હવે જોવું રહયું કે સરકાર કોને કોને ખુશ કરે છે.? 

સરકારને ઘેરવા માટે પાટનગર ખાતે અલગ અલગ દેખાવ થઇ રહ્યા છે. તલાટી મહામંડળ નુ આંદોલન, આંગણવાડી કાર્યકરો, આઉટ સોર્શિંગ કર્મચારીઓ , આરોગ્ય કર્મચારીઓ , શિક્ષિત બેરોજગાર,  આદિવાસીઓ હક અને અધિકાર માટેનું  આંદોલન, પોલીસ વિભાગ , વન વિભાગના કર્મચારીઓ નું આંદોલન, શિક્ષકો નું આંદોલન,  કિસાન સંઘ, નિવૃત આર્મીના જવાનના, મનરેગા, જેટકોના કર્મચારીઓ,  આશ્રમ શાળા ના કર્મચારીઓ જેવા અનેક વિભાગ  પડતર પ્રશ્નોને લઈને પણ આંદોલન થઇ રહયું છે. 

આજે ગાંધીનગર ખાતે ગુજરાતના જુદા જુદા વિભાગના કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન શરુ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના સરકારી કર્મચારીઓ ગુજરાત સરકારથી નારાજ થયા છે ત્યારે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના જુદા જુદા વિભાગના કર્મચારીઓ તેઓની માંગણીને લઈને આક્રમક મૂડમાં આંદોલન કર્યું છે.

ગાંધીનગર ખાતે આ આંદોલનની પહેલા જ જાણ હોય તે માટે સચિવાલય પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. જીવરાજ ભવન અને સચિવાલય ખાતે પોલિસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવમાં આવ્યો છે.  સરકારને ઘેરવા માટે પાટનગર ખાતે અલગ અલગ દેખાવ થઇ રહ્યા છે. તલાટી મહામંડળ નુ  આંદોલન, આંગણવાડી કાર્યકરો, આઉટ સોર્શિંગ કર્મચારીઓ ,  આદિવાસીઓ હક અને અધિકાર માટેનું  આંદોલન, પોલીસ વિભાગ , વન વિભાગના કર્મચારીઓ નું આંદોલન, શિક્ષકો નું આંદોલન,  કિસાન સંઘ દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. કિસાન સંઘ દ્વાર મુખ્યમંત્રીના આવાસ સુધી રેલી યોજી હતી.  નિવૃત આર્મીના જવાનના પડતર પ્રશ્નોને લઈને પણ આંદોલન થઇ રહયું છે.  

આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ પણ સચિવાલયનો ઘેરાવ કરશે. જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે સચિવાલયનો કરશે ઘેરાવ. છેલ્લા 21 દિવસથી ગાંધીનગર સહીત સરકારી કર્મચારીઓ જુદી જુદી રીતે આંદોલન કરી રહ્યા છે.  ગાંધીનગરના રસ્તો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જુના સચિવાલય ખાતે તમામ કર્મચારીઓના આઈકાર્ડ ચેક કરીને પછી જ જવા દેવા માં આવી રહ્યા છે. પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ સમાન વીજળીની બાબતોને લઈને બલરામ ભવનથી લઈને મુખ્યમંત્રી આવાસ સુધી રેલી યોજી હતી.

આ વખતે ગુજરાતના રાજકારણમાં આદિવાસી સમાજ નિર્ણાયક બને તો નવાઈ નહિ…. સરકાર અને અન્ય પક્ષો તેઓને ખુશ રાખવા કોઈપણ કાર્ય કરી અથવા નિર્ણય લઇ ને કે  નિવેદન આપી પોતાના બનાવી લેવા પ્રયત્ન કરશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है