બ્રેકીંગ ન્યુઝ

જિલ્લા પોલીસ તરફથી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સેતુ બંધાઈ રહે માટે અનોખો કાર્યક્રમ યોજાયો :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ  24×7 વેબ પોર્ટલ 

દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાઈ: 

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તારીખ ૧૫-૦૨-૨૦૨૩ ના રોજ પોલીસ અધિક્ષક શ્રી નર્મદાના ઓનું દેડિયાપાડા વાર્ષિક ઇન્સ્પેક્શનમાં નર્મદા જિલ્લા પોલીસ તરફથી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સેતુ બંધાઈ રહે એ હેતુથી મિશન હાઇસ્કુલ નિવાલ્દા ખાતે પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ અધ્યક્ષ સ્થાને વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામ્બાર ગુલદા ચાંબા, બાંડી શેરવાણ , કાંદા પાટવલ સુપર કિંગ સામરપાડા તથા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન મળીને કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કાંદા ગામની ટીમ પેહલા નંબરે વિજેતા થઈ હતી તથા પાટવલી ગામ ની ટીમ રનર્સ અપ થયેલ જે વિજેતા ટીમ તથા રનર્સ ટીમને પોલીસ અધિક્ષક નર્મદાઓના હસ્તે પ્રોત્સાહન રૂપે ટ્રોફી તથા પ્રમાણપત્ર ઇનાયત કરવામાં આવ્યા,

ત્યારબાદ શ્રી પ્રશાંત સુબે સાહેબ પોલીસ અધિક્ષક શ્રી નર્મદાના ઓના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં શ્રી જી એ સરવૈયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજપીપળા વિભાગ રાજપીપળા તથા શ્રી આર.એસ. ડોડીયા. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડા સર્કલ ઉપસ્થિત રહ્યા હતા તથા ડેડીયાપાડા તાલુકાના આગેવાનો તથા ડેડીયાપાડા ના વેપારી મંડળ સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં રોડ અકસ્માત નિવારવા, નાણા ધીરનાર, સાઇબર ક્રાઇમ, તેમજ મહિલા તથા બાળકો વિરુદ્ધના ગુનાઓ બાબતે જરૂરી સુચના આપવામાં આવેલ હતી,

ત્યારબાદ શ્રી પ્રશાંત સુબે સાહેબ પોલીસ નિરક્ષક શ્રી નર્મદાનાઓ દ્વારા પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી હતી.

પત્રકાર:- દિનેશ વસાવા દેડિયાપાડા, 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है