બ્રેકીંગ ન્યુઝ

ખખડધજ રોડના કારણે મોવી થી ડેડીયાપાડા સુધીનો પાક નષ્ટ પામે તો નવાઈ નહિ..!!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડેડીયાપાડા દિનેશ વસાવા 

મુવીના ખખડધજ રોડના કારણે મોવી થી ડેડીયાપાડા સુધીનો પાક નષ્ટ પામે તો નવાઈ નહિ..!!

ખેતરોમાંના ઉભા પાકમાં ફરી વળી ધૂળ ની ચાદર… પાક નિષ્ફળ જવાની ભીતિ.. 

મુવી ડેડીયાપાડા રોડ હાલ માં વાહન ચાલકો માટે તો બદતર છે જ પણ ચોમાસા બાદ ધૂળ ઉડવાના કારણે ખેડુતોનો મહામુલો ચોમાસુ પાક નષ્ટ થાય તેવી ભીતી સર્જાઈ રહી છે.

ડેડીયાપાડા મોવી રોડના ખખડધજ રોડના કારણે અહીં ધૂળનો આતંક સર્જાયો છે અને આ ધૂળના કારણે અહીંના લોકો શ્વાસની બીમારીના ભોગ પણ બની રહ્યા છે અને અકસ્માત નો ખતરા વચ્ચે ધૂળ ની ડમરીઓ વચ્ચે વાહન ચલાવવા મજબુર બન્યા છે પરંતુ સાથે સાથે મોવી થી લઈને ડેડીયાપાડા સુધીનો પાક પણ નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાય છે કારણ કે રોડનો ડસ્ટ ધૂળ આજુબાજુના ખેતરમાં ઉભા પાકને રગદોળી રહ્યો છે જેના કારણે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિ છે ખેતરનો પાક ની ઉપર ધૂળનું સામ્રાજ્ય જામ્યું છે તેથી રસ્તે ચાલનારા રાહદારીઓ સાથે મોવી થી ડેડીયાપાડા સુધીના ખેતર માલિકોમાં પણ ઉગ્ર રોષ ની લાગણીઓ પ્રવર્તી ઉઠી છે, જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ ધુળનું સામ્રાજ્ય બંધ નહીં થાય તો ઉભો પાક નષ્ટ થવાનું જોખમ સર્જાયુ છે અને જો આવું થશે તો તેની જવાબદારી કોની?  જિલ્લા તંત્ર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ કે પછી કોન્ટ્રાક્ટર.?

કોણ પાકના નુકસાનનું વળતર આપશે તે એક પ્રશ્નો ઉભો થયો છે  માત્ર ચોમાસાની જ ખેતી પર જીવન જીવતા લોકોનો પાક નાશ થવાની બીકે હવે જવાબદાર વિભાગ માટે લોકોમાં રોષ ની લાગણીઓ ફેલાય રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है