
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કરજણ કેનાલ ના કરોડો રૂપિયાના કામોમાં ભષ્ટાચાર વર્ષ પહેલા બનાવેલી કરજણ કેનાલ તૂટી જતા ખેડૂતોમાં ભારે રોષ;
તકલાદી કામ કરનાર કોન્ટ્રાકટર સામે પગલા લેવાની નિરંજનભાઈ વસાવાની માગ;
ખેડૂતોના પાણીના પ્રશ્નો વહેલી તકે નિરાકરણ આવે એવી તમામ ખેડૂતોની જિલ્લા પ્રશાસન પાસે માંગ;
નર્મદા જિલ્લાના તરોપા અને આમલેથા ગામની વચ્ચે કરજણ કાંઠા ની કેનાલ જેની કામગીરીને હજુ એક વર્ષ પણ નથી પૂર્ણ થયું અને ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે,
આ કેનાલ કરોડો રૂપિયાના ખર્ચે 2- 3 કિલોમીટરના અંતરે અલગ-અલગ એજન્સીઓને કામગીરી સોંપી હતી, આ કરજણ કાંઠાની કેનાલ એ કરજણ ડેમ માંથી લઈ અને નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના 60- 70 કિલોમીટર લાંબી કેનાલ છે, જેમાં દરેક સમાજના ખેડૂત મિત્રોની જીવાદોરી સમાન આ કેનાલ છેલ્લા એક દોઢ મહિનાથી બંધ છે અને આ ખેડૂતો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કેળા, શેરડી, કપાસ તેમજ લીલી શાકભાજી ઓનું ખેતર માં વાવેતર કરે છે, ત્યારે આજે ઘણા બધા ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો છે, આ સમયે આજે બિયારણ પણ એટલું બધું મોંઘું છે, ખાતર પણ એટલું મોંઘું છે અને તે ખેતીલાયક ઓજારો છે જે મજૂરી છે એ પણ ખૂબ જ મોંઘી છે, તો આવા કપરા સમયે આ ખેડૂતોની વેદના કોણ સમજે કે આજે આ વિસ્તારના દરેક સમાજના હજારોની સંખ્યામાં ખેડૂતો પાણીના લીધે તરસી રહ્યા છે એમના ખેતરો નો માલ સૂકાઈ રહ્યો છે,
ત્યારે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન, પ્રમુખશ્રી નિરંજનભાઇ વસાવા દ્વારા જિલ્લાના પ્રશાસન શ્રીને આ ખડુતો વતી માંગ છે, કે કરજણ કાંઠાનું પાણી તાત્કાલિક ધોરણે ચાલુ કરાવો અને જે ગુણવત્તા વગર ના કામો આ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યા છે એમની સાથે સાથે કેટલાક વચેટીયાઓ એ પણ આમાં સહભાગી થયેલા છે, એમની ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો અને આ ખેડૂતોના પાણીના પ્રશ્નો વહેલી તકે નિરાકરણ આવે એવી તમામ ખેડૂતોની જિલ્લા પ્રશાસન પાસે માંગ છે.