બ્રેકીંગ ન્યુઝ

આદિવાસીની જમીન પચાવવા “લોસ એન્જલસ”ના મરણપત્ર રજુ થતા જીલ્લા પોલીસ વડાને ફરિયાદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

આદિવાસીની જમીન પચાવવા “લોસ એન્જલસ”ના મરણપત્ર રજુ થતા જીલ્લા પોલીસ વડાને ફરિયાદ:

તાપી જીલ્લામાં ચકચાર પમાડે તેવી ફરિયાદ સામે આવી છે, NRI દ્વારા રૂપિયાનાં જોરે કે પછી કોઈ વચેટિયાના લીધે આદિવાસીઓની જમીન પડાવાય છે..?   તાપીમાં પહેલી ઘટના નથી..! કોઈ મોટું ભોપાળું બહાર આવે તો નવાઈ નહિ..! 

તાપી:  મરણ પામનારના મરણના ૩૦ વર્ષ બાદ મરણ પામનાર ના મરણ સ્થળ બાબતે વિવાદ મરણ પામનાર તાપી જીલ્લામાં મરણ પામ્યા કે વિદેશ લોસ એન્જલસ માં પોલીસ તપાસ કરી ખોટી કબુલાત તેમજ લોસેન્જલસ ના મરણપત્ર રજુ કરનાર ખોટા હોય તો FIR નોંધી ન્યાય મેળવવા બાબતે જીલ્લા પોલીસ વડાને આદિવાસી પરિવારે ફરિયાદ આપી..

સમગ્ર કેસ ની વિગત એમ છે કે તાપી જીલ્લાના એક ગામમાં રહેતા અને અને અંદાજે પચાસ વર્ષથી જમીન ખેડતા એક આદિવાસી પરિવાર ને વીલ વસિયત નામાથી જમીન આપવામાં આવી હતી જે જમીન સતત ૧૯૯૫ થી આદિવાસી પરિવાર ના નામે ચાલતી આવે છે , DGVCL દ્રારા વીજ કનેક્શન આદિવાસી પરિવાર પાસે છે , આદિવાસી પરિવાર ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો રહ્યો છે વર્તમાન માં પણ કબ્જો આદિવાસી પરિવાર પાસે છે ત્યારે જમીન આદિવાસીના નામે દાખલ થયાના વર્ષો બાદ એટલે જમીન આપનાર અને જમીન મેળવનાર બંન્ને મરણ પામ્યા છે બંન્નેના પરિવાર ની બીજી ત્રીજી પેઢી હયાત છે ત્યારે દયાભાવના થી જમીન આદિવાસી પરિવારને આપનાર પરિવારના NRI વારસ બની હવે વર્ષોથી ભારતમાં જ છે તેમ છતા કોરોના કાળમાં તાપી પ્રશાશન સમક્ષ રજુઆતો કરી મુળ માલિકના વારસદાર બની જમીન ઊપર દાવો રજુ કરવામાં આવી હતી.

પોતાની માતાએ જે જમીન દયાભાવના થી આદિવાસી ખેત મજુરી કરતા પરિવારને આપી તે જમીન ૨૭ વર્ષથી આદિવાસી પરિવાર ખેડતો આટલા વર્ષો કોઈ નહી અને કોરોના કાળમાં જ આવી દાવો રજુ કરી જમીન મેળવવા પ્રયાસ થતા આદિવાસી પરિવાર કશુ સમજે તે પહેલા તો ઊપરાછાપરી NRI કહેવડાવનાર ના પક્ષમાં હુકમ થવા લાગ્યા. પ્રથમ તો સામાન્ય સંજોગો માં ૧૨ વર્ષ થી વધુ જુની ઢીલ અરજ મંજુર કરવા પાત્ર જ રહેતી નથી આ કેસમાં ઢીલ અરજ તેવા કયા કારણો થી મંજુર થઈ તે સમજવાનો નો વિષય છે. પરંતુ હવે વિવાદ પોલીસ અધિક્ષક સમક્ષ પહુચ્યો છે. 

તાપી નાયબ કલેક્ટર ની કોર્ટ માં અને મામલતદાર સમક્ષ સમગ્ર વિવાદ દરમિયાન લોસ એન્જલસ ના એક મરણપત્ર ને તાપી જીલ્લા નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ રેકોર્ડ ઊપર રજુ કરવામાં આવ્યુ જેની એક ગંભીર બાબત તે છે કે લોસ એન્જલસ પોતાના કાર્યક્ષેત્ર માં ના હોવા છતા લોસ એન્જલસ ના મરણપત્ર ની ખપ પુરતી નકલ તાપી જીલ્લાના જ એક તલાટી દ્રારા તૈયાર કરવામાં આવી અને તે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી. વિદેશી આવા દસ્તાવેજો ની ખરાઈ કરવા વિશેષ નિયમો છે જેનુ પાલન થયુ હોય તેમ સમગ્ર પ્રકરણ માં જણાતુ નથી. ત્યારે આદિવાસી પરિવારે લોસ એન્જલસ કાઊન્ટી ને ઇમેલ મારફતે ખરાઈ કરવા રજુઆતો કરી છે. સાથે જ હવે લોકવાયકા મુજબ તાપી જીલ્લામાં મરણ પામનાર વ્યક્તિ નુ લોસ એન્જલસનુ તલાટીની સહી સિક્કા વાળુ ખપ પુરતી નકલ વાળુ મરણપત્ર નિયમોઅનુસાર પ્રાથમિક રીતે મરણ પામનારના પાસપોર્ટ, વિઝા વગેરે રજુ ના થયા હોય શંકા ઊપજાવનારુ હોય FSL કરી નિયમો અનુસાર કાર્યવાહી કરવા આદિવાસી પરિવાર દ્રારા પોલીસ અધિક્ષક તાપી જીલ્લાની સાથો સાથ કલેક્ટર તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી , ગ્રુહ મંત્રી, મહેસુલ મંત્રી તથા આદિજાતિ મંત્રી નાઓને લેખિત ફરિયાદ કરી છે.

તાપી જીલ્લામાં ચકચાર પમાડે તેવો આ કેસ આવનારા દિવસોમાં જીલ્લામાં વધુ કુતુહલની સ્થિતિ ઊભી કરશે કારણ લોસેન્જલસ ના ખોટા દસ્તાવેજ ઊભા કરવાની વાત સાચી ઠરશે તો વિદેશી ખોટા દસ્તાવેજો તૈયાર કરવા પાછળ કોઈ ટોળકી છે કે કેમ તેનો પર્દાફાસ થવાની શક્યતાઓ રહે છે સાથે જ તાપી જીલ્લા પોલીસ લોસેન્જલસ કાઊન્ટી સાથે કેવી રીતે સમગ્ર પ્રકરણ ની ચકાસણી કરશે હવે તેના ઊપર સમગ્ર જીલ્લાની નજર રહેશે તે નક્કી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है