બ્રેકીંગ ન્યુઝ

અગામી યોજાનાર સામાન્ય વિધાનસભા ચુંટણી 2022 અંતર્ગત કામદાર જોગ સંદેશ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર ગામીત

અગામી યોજાનાર સામાન્ય વિધાનસભા ચુંટણી 2022 અંતર્ગત કામદાર જોગ સંદેશ :

રોજમદાર, મજૂરી કરનારા અને પેઢી, દુકાનો અને સંસ્થાઓમાં કામકરનારા અને વેતન ધારીઓ મતાધિકાર કરવા થી વંચીત ન રખાય તે અતિ જરૂરી.

આગામી તા:-૦૧/૧૨/૨૦૨૨ નાં રોજ તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-ર૦રર માટે મતદાન યોજનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ -૧૯૪૮, કારખાના અધિનિયમ ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ ૧૯૭૦ 3ઠળ નોંધણી થયેલ સંસ્થા સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ- ૧૩૫(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી.

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજ ના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકથી વારા ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા, કોન્ટ્રાકટર ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી, શ્રી ડી. એન. શાહ, સરકારી શ્રમ અધિકારીશ્રી, તાપી, ફોન નં-૦૨૬૨૬ ૨૨૧૦૭૦, સરકારી શ્રમ અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર ૧ર, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા તાપીનો સંપર્ક સાધવા માટે અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है