આરોગ્યવિશેષ મુલાકાત

બોલિવુડના જાણીતા અદાકારશ્રી મિલિંદ સોમનની મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા દોડની યાત્રા સમાપન:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર 

ભારતીય ફિલ્મ જગત-બોલિવુડના જાણીતા અદાકારશ્રી મિલિંદ સોમનની મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા દોડની યાત્રાનો આજે રાજપીપલા શહેરમાં પ્રવેશ સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત-આવકાર સાથે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થનારા સમાપન તરફ દોડની આગેકૂચ,

રાજપીપલા નગરપાલિકા પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ સહિત શહેર-જિલ્લાના અગ્રણીઓ- શહેરીજનો-ગ્રામજનો તરફથી ઉમળકાભેર આવકાર–ઉષ્માભર્યા સ્વાગત સાથે કરાયું ભાવભર્યુ અભિવાદન,

          રાજપીપલા, રવિવાર :- દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન ફીટ ઇન્ડીયા અને સ્વસ્થ ભારતનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે ભારતીય ફિલ્મ જગતના-બોલિવુડના જાણીતા અદાકારશ્રી મિલિંદ સોમને મુંબઇના શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી રાષ્ટ્રીય એકતા દોડનુ ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં આગમન થયા બાદ આજે તા. ૨૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ નાંદોદ તાલુકાના તરોપા ગામેથી આ એકતા દોડ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થનારા સમાપનની દિશામા તેની આગેકૂચ જારી રાખી હતી. 

              તદ્અનુસાર, શ્રી મિલિંદ સોમનની આ રાષ્ટ્રીય એકતા દોડ આજે રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાથી પસાર થઇ ત્યારે આમલેથા પોલીસ સ્ટેસન પરીવાર-ગ્રામજનો, રાજપીપલા નગર પાલીકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ અને અગ્રણીશ્રી કમલેશભાઇ પટેલ, રાજપીપલા સમસ્ત વૈષ્ણવિક સમાજ, જાયન્ટસ ગૃપ ઓફ રાજપીપલા, રાજપીપલા વિવિધ વેપારી મંડળ, રાજપીપલા રોટરી ઇન્ટરનેશલ ક્લબ, અન્નપુર્ણા સેવા ફાઉન્ડેશન, રાજપીપલાની યુનિયન બેંક ઓફ ઇન્ડીયાના મેનેજરશ્રી રામકિશોર મીના, ગોપાલપુરા અને ફુલવાડી ગામના ગ્રામજનો અને અગ્રણીશ્રી વિક્રમભાઇ તડવી વગેરે શ્રી મિલિંદ સોમનના સ્વાગત ભવ્ય સ્વાગત સાથે આવકાર આપ્યો હતો કર્યું હતું યુનિયન બેંક ઓફ ઇન્ડીયાના મેનેજરશ્રી રામકિશોર મીનાએ શ્રી મિલિંદ સોમનને UPI ક્યુઆર સ્કેનર, હાઉસિંગ લોન વાળા મકાનના સ્ટ્રકચરની પ્રતિકૃતિનુ સ્મૃતચિન્હ અર્પણ કર્યું હતુ.

રાજપીપલા શહેરમાં આ એકતા દોડ યાત્રાનુ આગમન થતા રાજપીપલા વિજયચોક ખાતેથી CISF, SRPF અને વડોદરા જિલ્લાના મેરોથોન દોડના દોડવીરો, જિલ્લાના યુવાનો પણ શ્રી મિલિંદ સોમનની સાથે રન ફોર યુનિટીની એકતા દોડમાં જોડાયા હતા. આ યાત્રા દરમિયાન SOUADATGA ના જનસંપર્ક અધિકારીશ્રી રાહુલ પટેલ સતત સાથે રહ્યાં હતાં અને યાત્રા સંદર્ભની જરૂરી સંકલનની જવાબદારી નિભાવી હતી. 

                                           

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है