
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
શ્રી એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, ઇચા.પોલીસ અધિક્ષક, નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાના સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.સ.ઇ.શ્રી ડેડીયાપાડાનાની પાસા દરખાસ્ત આધારે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી નર્મદાનાઓ દ્વારા સામાવાળા સંદિપભાઇ જેઠાભાઇ વસાવા રહે. જરગામ તા.ડેડીયાપાડા જી.નર્મદાના ગુનાઓને ધ્યાને રાખી પાસામાં અટકાયત કરી પાલનપુર જેલ ખાતે રાખવા હુકમ કરતા સામાવાળો સંદિપભાઇ જેઠાભાઇ વસાવાનાનો પોતાની અટકાયત ટાળવા સારૂ એક યા બીજા સ્થળે સ્થળાંતર કરી છેલ્લા પાંચ માસથી પોલીસ થી લપાતો છુપાતો હોય દરમ્યાન શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાઓએ ટેક્નીકલ સર્વેલન્સ તેમજ બાતમી આધારે સદર સામાવાળો સુરત ખાતે હોવાની માહીતી મળતા એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. પ્રકાશભાઇ રતિલાલ તથા અ.હે.કો. સંજયભાઇ પુનીયાભાઇ તથા અ.પો.કો. રાકેશભાઇ ચંપકભાઇનાઓને સુરત ખાતે મોકલી સદર સામાવાળા સંદિપભાઇ જેઠાભાઇ વસાવાને ઝડપી પાડી પાલનપુર જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે.