
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ શહેરમાં મહાદેવનગર સોસાયટીમાંથી પ્રોહીબિશનના ૦૨ ગણનાપાત્ર કેશો શોધી કાઢતી એલ.સી.બી. ભરૂચ:
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી પ્રેહીબિશનના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા એલ.સી.બી.ભરૂચની સુચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી આધારે ભરૂચ શહેરમાં મહાદેવનગર સોસાયટીમાં કોમન પ્લોટમાં બીનવારશી પાર્ક કરેલ ટાટા વિંગર તથા બંધ બોડીના છોટા હાથી મેજીક બંને વાહનોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોક્ષ નંગ ૧૨૭ પ્રોહી મુદ્દામાલ ૬,૨૦,૪૦૦/- તથા વાહનો મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧૧,૨૦,૪૦૦/નો ઝડપી પાડવામાં આવેલ:
આ ઉપરાંત એલ.સી.બી.ની. અન્ય એક ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં મહાદેવનગર સોસાયટીમાં રહેતા સ્વપનીલ અજયભાઇ ચૌહાણના ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોક્ષ નંગ- ૪૬ પ્રોહીબેસન મુદ્દામાલ ૨,૧૧,૨૦૦/- નો ઝડપી પાડવામાં આવેલ.
આમ ભરૂચ એલ.સી.બી.ની બે અલગ અલગ ટીમ દ્વારા ભરૂચ શહેર મહાદેવનગર સોસાયટીમાંથી પ્રોહીબિશનની બે સફળ રેઇડો કરી કુલ-૦૨ ગણનાપાત્ર કેશો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. તેમજ આવનારા દિવસોમાં પણ પ્રોહીબેસન જુગાર અંગે આ રીતે જ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
પકડાયેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ બોક્ષ નંગ- ૧૭૩ જેમાં નાની મોટી કુલ બોટલ નંગ ૬૪૦૮ કિ.રૂ.૮,૩૧,૬૦૦/ (૩) બંધ બોડીનું છોટા હાથી મેજીક વાહન નંબર GJ 30 A 1438 કિં રૂ.૨,૦૦,૦૦૦/
(૨) ટાટા વિંગર વાહન નંબર GJ 1 CU 5752 કિં રૂ.3,00,000/
મળી કુલ મુદ્દામાલ કિં રૂ. ૧૩,૩૧,૬૦૦/
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓના નામ:
પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા એ.એસ.આઇ. બાલુભાઇ આહીર, હે.કો ગણપતસિંહ ,, અજયભાઇ રાઠવા, ઉપેન્દ્રભાઇ, દીલીપભાઇ મહંત, સંજયદાન, જયેન્દ્રભાઇ, હીતેષભાઇ, અશોકભાઇ તથા પો.કો. મહીપાલસિંહ, શ્રીપાલસિંહ, કીશોરસિંહ નાઓની દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.