
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેશ ચૌધરી
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકા મોસાલી ચોકડી પાસેથી, નકલી પોલીસ કોસ્ટેબલ બની રોફ જમાવતો અસલી પોલીસનાં હાથે ઝડપાયો:
માંગરોળ પોલીસ મથકનાં, પ્રવિણસિંહ શાતુભા, સંજય રાયસિંગ વસાવા, પરેશ કાંતિલાલ વગેરેનાંઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે એક શખ્સ પોલીસનાં ડ્રેસમાં મોસાલી ચારરસ્તા ખાતે આટા ફેરા મારી, લોકો ઉપર રોફ જમાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમ મોસાલી ચારરસ્તા ખાતે પોહચી હતી. જ્યાં આ શખ્સ ઉભો હતો. જેથી પોલીસે એને અટકાવી નામ થામ પૂછતાં એને જણાવ્યું કે મારૂં નામ મોહમદ ઇલ્યાસ બાગી, હાલ રહેવાસી, પાનેશ્વર ફળિયું, વાંકલ, તાલુકા માંગરોળ તેઓ મૂળ રહેવાસી પુલ ફળિયું, વાલોડ જણાવ્યું હતું. આ શખ્સ એ ગુજરાત પોલીસ કર્મચારીઓને પહેરાવનો ગણવેશ પહેરેલો હતો. નેમ પ્લેટ ઉપર લાલુ આઈ.બાગી, HC બેજ નંબર 175 લખેલું હતું. એની પાસે ઓળખપત્ર માંગતા એ આપી શક્યો ન હતો. જેથી એ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. તેમણે આ બાબતે વધુ જણાવ્યું હતું કે હું પોલીસ ખાતા માં નોકરી કરતો નથી, પરંતુ પોલીસનો ડ્રેસ પહેરી લોકો ઉપર રોફ જમાવવાની મઝા આવતી હોય, જેથી હું પોલીસ ગણવેશ પહેરું છું. આખરે માંગરોળ પોલીસે એની અટક કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વધુ તપાસ પ્રવિણસિંહ શાતુભા ચલાવી રહ્યા છે. જોવું રહયું કે પોલીસની વર્દીનો ઉપયોગ કયાં અને કયાં કયાં કામોમાં કરવામાં આવ્યો?