મહિલા સામખ્ય-તાપી દ્વારા સોનગઢ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી:
વ્યારા: મહિલા સામખ્ય ગુજરાત શિક્ષણ વિભાગની જિલ્લા કચેરી તાપી દ્વારા સોનગઢ તાલુકા મથકે રંગ ઉપવન હોલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. જેમાં સોનગઢ તાલુકાના અલગ અલગ ગામોના સંઘના ૧૯૧-બહેનો સહભાગી થયા હતા.
આ પ્રસંગે મામલતદાર સોનગઢ દ્વારા ચુટણીકાર્ડનું મહત્વ અને મોબાઈલ દ્વારા ઈ-કાર્ડ્ની માહિતી કેવી રીતે ભરવી તેની સમજ આપવામાં આવી. આઈ.સી.ડી.એસમાંથી આવેલા સી.ડી.પી.ઓ. જશ્મિના ચૌધરી દ્વારા કુપોષણ વિશે, યોજનાકીય માહિતી અને આઈ.સી.ડી.એસ.ને લગતી માહિતી આપવમાં આવી હતી. મહિલા સામખ્ય-તાપીના જિલ્લા રિસોર્સ પર્સન દ્વારા મહિલા સામખ્ય વિશે અને વિશ્વ મહિલા દિવસના મહત્વ વિશે માહિતી આપવામાં આવી તેમજ સી.આર.પી. સયનુબહેન દ્વારા “નલ સે જલ” કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ગાંધીનગર સંઘના બહેનો દ્વારા ઈ-કાર્ડ અને આધારકાર્ડનું મહત્વ સમજાવતુ નાટક રજુ કરવામાં આવ્યું હતું. બહેનોએ આદીવાસી ગીત સાથે નૃત્ય કરી મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓમાં ઉત્સાહનો વધારો કર્યો હતો.
આ કાર્યક્રમમાં સોનગઢ હેલ્થ સેંટરના બ્લોક ઓફિસર તેમજ આરોગ્ય વિભાગ,આંગણવાડી કાર્યકર બહેનો સહિત મહિલા સામખ્યના બહેનો કોવિડ-૧૯ ગાઈડ લાઈનનું પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆત પ્રાર્થના, ગીત, અને આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત દ્વારા કરવામાં આવી હતી.