
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિર્દેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ જે અનુસંધાને પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો નાસતા-ફરતા આરોપી પકડવા સારૂ ઝગડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે ઝગડીયા પો.સ્ટે. ગુ.ર.નં. I ૭૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી હરીશચંદ્ર ઉર્ફે જાડીયો રામઆશીષ પાસવાન રહે. અંદાડા તા. અંકલેશ્વર જી.ભરૂચનાને આજે તા.૧૬/૦૧/૨૦૨૧ નારોજ મુલદ બસ-સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ઝગડીયા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. ઇન્દ્રવદનભાઈ કનુભાઇ તથા અ.હે.કો.નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. અનિલભાઇ દિતાભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.