
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
- મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી નાના મોટા પ્રશ્નો અંગે મુલાકાત કરવાની મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવતા કોંગ્રેસ સમિતિના કાર્યકરો ને વહેલી સવાર થીજ પોલીસ દ્રારા ડીટેન કરી લેવામાં આવ્યા:
- સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લેટરપેડ પર લેખીત રજુઆત મામલતદારને કરવામાં આવી હતી:
માંગરોળ તાલુકા મથકે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્રારા મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવી હતી કે તા. ૦૫/૧૨/૨૦૨૦ ના રોજ ઉમરપાડા તાલુકા ખાતે મુખ્યમંત્રી ની મુલાકાત આપવામાં આવે જેનાં કારણે આજ રોજ માંગરોળ તાલુકાના પોલીસ મથકના પી.એસ.આઈ. દ્રારા કોંગ્રેસ સમિતિના કાર્યકારોને તેમજ પ્રમુખ, મહામંત્રી પ્રકાશ ગામીત,અને ઉપપ્રમુખ,અને માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી ને વહેલી સવારથીજ ઘરે ઘરેથી ઉંચકી લાવી વાંકલ ગેસ્ટ હાઉસ ખાતે લાવી ડીટેન કરવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ માંગરોળ તાલુકાના કોંગ્રેસનાં અગ્રણીઓએ આજ રોજ તા.૦૫/૧૨/૨૦૨૦ ના રોજ ઉમરપાડા તાલુકા ખાતે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી લોક કલ્યાણના કામો માટે આવી રહ્યા છે, જેથી માંગરોળ તાલુકાના આદિવાસી ગરીબ પ્રજાનાં નાના મોટા પ્રશ્નો શાંતિપૂર્ણ રજૂ કરવા માંગતા હતા. જેથી કરીને રોજીંદા સવાલોનાં તાત્કાલિક નિર્ણય મળી શકે તેવું જણાય આવવાથી તેમજ કીસાન વિરોધી કાયદાની રજુઆત કરવા માટે, માંગરોળ તાલુકાના ગરીબ આદિવાસી પ્રજા તથા કીસાનોના હીતમા રજુઆત માંટે માંગરોળ તાલુકાના કોંગ્રેસ સમિતિનાં આગેવાનો માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, સુરત જીલ્લાના કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી રૂપસિંગભાઈ ગામીત, ઉપપ્રમુખ બાબુભાઈ એડવોકેટ, માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામજીભાઈ ચૌધરી, સાબુદીન મલેક નાઓએ લેટરપેડ ઉપર લેખીત રજુઆત મામલતદારને કરી હતી, પરંતુ આજ રોજ માંગરોળ પોલીસ દ્રારા વહેલી સવારેથીજ ઘરેથી ઉંચકી લાવીને વાંકલ ગેસ્ટ હાઉસ ખાતે ડીટેન કરી લેવામાં આવ્યા છે.