દક્ષિણ ગુજરાત

પ્રોહિબીશનના ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતા આરોપીને કોસંબા ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતના સમયગાળાથી પ્રોહિબીશનના ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતા આરોપીને કોસંબા જી.સુરત ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

ભરૂચ: પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગર નાઓ તરફથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી-આરોપીઓ ઝડપી પાડવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેથી ઇન્ચાર્જ પો.સ.ઇ.શ્રી પી.એસ.બરંડા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો પાનોલી GIDC વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. III ૦૯/૨૦૧૯ પ્રોહિ. એક્ટ કલ્મ ૬૫ એ ઇ, ૮૧, ૯૮ (૨) મુજબના ના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો ઠાકોરભાઇ વસાવા મુળ રહે, કઠવાડા ગામ, મંદીર ફળીયું તા. માંગરોલ જી.સુરત હાલ રહે, કોસંબા, દાદરી ફળીયું, લોઢળની ચાલ, જી.સુરતનો છેલ્લા દોઢેક વર્ષથી નાસતો-ફરતો છે જેના વિરૂધ્ધમાં નામદાર અંકલેશ્વર કોર્ટ દ્વારા CRPC ૭૦ મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હોય જે ઉપરોક્ત આરોપીને આજરોજ તા.૧૩/૧૦/૨૦૨૦ નારોજ કોસંબા, દાદરી ફળીયું, લોઢળની ચાલ, જી. સુરત ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદનભાઇ કનુભાઇ તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है