
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
મહિલા સશક્તિકરણનાં ભાગ રૂપે ICO દ્વારા 11 મહિલા પશુપાલકોને દુધાળા પશુઓ ખરીદવા અર્થે લોન:
” ધી ગારદા આદિવાસી મહિલા દૂધ ઉત્પાદક સહકારી મં. લિ.” દ્વારા મહિલા સશક્તિકરણ તથા રોજગારી મળી રહે તે હેતુથી મહિલા પશુપાલકો ને દુધાળા પશુઓ ખરીદી કરવા મહિલાઓને આર્થિક પગભર કરવાના પ્રયાસ:
દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે માનનીય વડા પ્રધાન શ્રી.નરેન્દ્ર મોદીનાં દર્શન મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં પશુ પાલનને પ્રોત્સાહિત કરવાનાં ભાગ રૂપે આજ રોજ ” ધી ગારદા આદિવાસી મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.”નાં સહયોગ દ્વારા ગામની મહિલા પશુપાલકોને દુધાળા પશુની ખરીદી કરવા માટે ICO (ઇન્કલુઝીવ કો.ઓ. કેડીટ સોસાયટી લિ.) દ્વારા ” ધી ગારદા આદિવાસી મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ .”ની મહિલાઓને લોન આપવામાં આવી હતી, જે લોન દ્વારા મહિલાઓ દૂધાળા પશુઓ લાવીને પોતે આત્મનિર્ભર બને અને પોતાનાં ઘરનું ગુજરાન ચલાવી શકે, તેમજ સાથે સાથે બાળકને પણ સારું શિક્ષણ મળી રહે તથા પોતાના કુટુંબ તેમજ ડેરી નો પણ વિકાસ થાય એવા હેતુથી આ વ્યવસ્થા ડેરીના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી, અને ” ધી ગારદા આદિવાસી મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ ” ની કુલ ૧૧ જેટલી મહિલાઓ પશુપાલકોને આનો લાભ આપવામાં આવ્યો હતો, તેમજ ડેરી ની કુલ 11 જેટલી સભાસદ મહિલાઓને મન પસંદ ભેંસો આપવામાં આવી હતી, તેમજ ” ધી ગારદા આદીવાસી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ ” ના પ્રમુખ રિંકલબેન વી.પટેલ તેમજ સેક્રેટરી સુનિતાબેન ભગત દ્વારા તમામ મહિલા પશુ પાલકો ને શુભેચ્છા પાઠવી હતી.