
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામની સીમમાં શ્રાવણી જુગાર રમતા ખેલૈયાઓને પોલીસે ઝડપી લીધા;
તારીખ ૨૬ ઓગષ્ટ ગુરુવારના રોજ એલ.સી.બી. પોલીસ નર્મદા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન અમલદાર હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ભગુભાઈ, વિજયભાઈ ગુલાબસીંગભાઈ, દુરવેશભાઈ ચંપકભાઈ તથા યોગેશભાઈ બળદેવભાઈ ના ઓને સંયુક્ત બાતમી મળતા રાત્રીના આશરે ૨:૪૫ કલાકે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેઇડ મારતા સ્થળ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો અજવાળામાં પાથરણું પાથરીને ગોળ કુંડાળું વાળી ગંજી પત્તાં પાનાંનો હાર જીતનો જુગાર રમતા તમામ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા, તમામ ઇસમોની અંગ ઝડતી કરતા દાવ પરના રોકડા રૂપિયા ૪૦,૬૫૦/- તેમજ મોબાઈલ નંગ ૨ કિંમત રૂપિયા ૧,૦૦૦/- તથા ગંજી પત્તાં પાના તેમજ શેતરંજી પાથરણું તમામ મુદામાલ મળી કુલ રૂપિયા ૪૧,૬૫૦/- ના જુગારના મુદ્દામાલ સાથે ૧૦ જેટલા ઈસમો સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.