દક્ષિણ ગુજરાત

સાપુતારા-માલેગામ રોડ પર સંરક્ષણ દીવાલ ધસી પડી, જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળની મુલાકાત લઈ તકેદારીના પગલાં લેવા સૂચના અપાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સાપુતારા-માલેગામ રોડ પર સંરક્ષણ દીવાલ ધસી પડી, જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળની મુલાકાત લઈ તકેદારીના પગલાં લેવા સૂચના અપાઇ:

દિનકર બંગાળ, આહવા: સાપુતારા-માલેગામ માર્ગ પર આવેલ એક ભારે વળાંક પાસે આજે સવારે સંરક્ષણ દીવાલ (રિટેનિંગ વોલ) એકાએક ધસી પડવાની ઘટના સામે આવી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોની સલામતી જોખમાય નહીં તે હેતુથી ડાંગના જિલ્લા કલેક્ટર એન.ડી.પરમારે તાત્કાલિક સ્થળની રૂબરૂ મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કલેક્ટર દ્વારા સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. તેમણે નોટિફાઇડ એરિયા, સાપુતારના ચીફ ઓફિસર, સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નેશનલ હાઇવેના નાયબ ઇજનેરને સંયુક્ત રીતે તકેદારી રાખવા આદેશ આપ્યા હતા.

ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લઇ કલેક્ટરએ, દીવાલ ધસી પડી હોય તે જગ્યાએ કોઈ પણ વાહન અકસ્માતે ખાબકે નહીં તે માટે તાત્કાલિક અસરથી મજબૂત બેરીકેટીંગ કરવા જણાવાયું હતું. તેમજ રાત્રિના સમયે કે ધુમ્મસવાળા વાતાવરણમાં વાહનચાલકોને દૂરથી જ ખતરાનો અંદાજ આવી શકે તે માટે જરૂરી રેડ સિગ્નલ લાઈટો અને ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાની સૂચના આપી હતી.

સાપુતારા પોલીસ દ્વારા માર્ગ પર ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતી તકેદારી રાખવા આદેશ અપાયા હતા.

જિલ્લા કલેક્ટરની આ ત્વરિત કામગીરીને પગલે સંભવિત અકસ્માતો રોકવા માટે રોડ-રસ્તા પર સલામતીના પગલાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર વતી નાગરીકોને સાવચેતી રાખવા સાથે બિનજરૂરી પ્રવાસ ટાળવા જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है