શ્રોત: ગ્રામીણ ટુડે ભરૂચ,નર્મદા, સર્જનકુમાર વસાવા.
અન્ય રાજ્ય અને જીલ્લાને જોડતો માર્ગ/વિસ્તાર હોય સતર્કતાથી ફરજ બજાવવી પડે છે, પરંતુ અમારી પોતાની સલામતી કે સ્વ સુરક્ષાનાં નામે જીરો!
!
ભરૂચ જીલ્લાનું નેત્રંગ તાલુકાનું થવા ગામ અહી આવેલ ચેક પોસ્ટ (અહી આઉટ પોસ્ટ પણ છે) આવેલ છે ત્યાં હાલ ૪ હોમગાર્ડ જવાનો દિવસે અને ૪ હોમગાર્ડ જવાનો નાઈટ માં આ રીતે બે શિફ્ટમાં ત્યાં ફરજ બજાવે છે પણ અત્યારે ચોમાસાની ઋતુ હોવાથી તેમને ત્યાં બેસવા માટે માત્ર ચાર થી પાંચ ખુરશીઓ સિવાય ત્યાં તેમને પોતાનુ માથું તાપ,તડકામાં અને વરસાદી માહોલમાં છૂપાવવા માટે કોઈ પણ પ્રકારના તંબુ કે બીજી કોઈ વ્યવસ્થા સરકારી તંત્ર કે જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવી નથી, દિવસે તો જેમતેમ કરીને પોતાનું માથું છૂપાવે છે પણ રાત્રીના ટાઈમે તેમને પોતાની ફરજ બજાવવા માટે ખુબજ તકલીફ પડે છે અને હાલ જે મહામારી ચાલે છે તેમ છતાં પોતાની ચિંતા કર્યા વગર તેઓ રાત દિવસ ખડે પગે ઉભા રહીને ને પોતાની ડયુટી નિભાવે છે (સલામ છે આવા સાચાં કોરોના વોરીયર્સને) તેમ છતાં સરકારી તંત્ર દ્વારા એમની સલામતી માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. સાથેજ સમસ્યા ધ્યાનમાં લઇને થવા ગામ તેમજ આજુબાજુના ગામ લોકોની થવા આઉટ પોસ્ટ ચાલુ કરવા લોક માંગણીઓ ઉઠી છે, તેમજ ત્યાં ફરજ બજાવતા અધિકારી ઓ માટે તંબુની વ્યવસ્થા કરી આપવા અને તાપ,ઠડી કે વરસાદમાં તંત્ર કે સંવેદનશીલ સરકારનાં જવાબદારો થોડા આ બાબતે પણ સંવેદનશીલ બને તેજ સાચાં અર્થમાં કોરોના વોરીયર્સને આપેલ સન્માન છે! જલ્દી યોગ્ય સવલતો ઉભી થાય તેવી લોક માંગ ઉઠી છે. એક જવાબદાર મીડિયા તરીકે અમારી પણ સંવેદનાઓ આ જવાનો સાથે છે! જોવું રહ્યું તંત્ર,જવાબદાર અધિકારી કે ચુંટાયેલા પ્રતિનિધિઓ કોણ આપશે જવાબ?