મારું ગામ મારાં ન્યુઝ

કલેક્ટરશ્રી તાપીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉનાળા દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી:

જિલ્લાના ૪૮૮ ગામોમાં કુલ ૧૭૫૪૫ હેન્ડપંપ માંથી ૧૧૮૫ બગડેલા હેન્ડપંપ રીપેરીંગ કરી પીવાના પાણીની સ્થાનિક સ્તરે સુવિધા પુરી પાડવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે પ્રેસ નોટ 
કલેક્ટરશ્રી  તાપી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાનાં પાણીની સગવડ બાબતે  ઉનાળા દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી:
જિલ્લાના ૪૮૮ ગામોમાં કુલ ૧૭૫૪૫ હેન્ડપંપ: ઉનાળા દરમિયાન ૧૧૮૫ બગડેલા હેન્ડપંપનું રીપેરીંગ કરી પીવાના પાણીની સ્થાનિક સ્તરે સુવિધા પુરી પાડવામાં આવી:  તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં વર્ષોથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય છે. બોર અને હેન્ડપંપથી છવાયેલા તાપી જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીના તળ નીચા જતાં બોર અને હેન્ડપંપ બિનઉપયોગી બની જાય છે. અને શરૂ થાય છે લોકોની પાણી મેળવવા માટેની દોડ. જેના કાયમી નિવારણ માટે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીની દીર્ઘ દૃષ્ટિ અને માર્ગદર્શન આ ઉનાળામાં કઈંક વિશેષ લાભો લઈને આવ્યું હતુ. પરિણામ સ્વરૂપ આ વર્ષનો ઉનાળો પાણીમય બની રહ્યો હતો. કલેક્ટરશ્રીની સીધી દેખરેખ હેઠળ પાણી પુરવઠા વિભાગની મિકેનીકલ શાખા દ્વારા ૧૪ ટીમો બનાવવામાં આવી હતી જે વહેલી સવારથી મોડે સાંજ સુધી તથા રજાના દિવસો દરમિયાન પણ સતત કાર્યરત રહીને બગડેલા હેન્ડપંપ રીપેર કરીને જિલ્લામાં પાણી સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું હતુ.
આ માટે જિલ્લા/તાલુકા કક્ષાએ હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ અને પાણી બાબતે કોઈ પણ ફરિયાદ મળે કે તાત્કાલિક આ ટીમ પહોંચી જઈ બગડેલ હેન્ડપંપનું રીપેરીંગ કરીને પાણી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતુ. પાણીની પાઈપ લાઈનમાં ખરાબી થાય કે કોઈ ગામ/વિસ્તારમાં પાણીની મુશ્કેલી પડે ત્યારે તાત્કાલિક અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી પાણી
પુરૂ પાડવામાં આવતુ હતુ. દરેક તાલુકા મથકે પાણી સમિતીની મીટીંગમાં પણ કામગીરીની સતત સમીક્ષા કરીને લોકોને પીવાના પાણીને કોઈ મુશ્કેલી ન પડે તેની સતત દરકાર રાખવામાં આવી હતી.
તાપી જિલ્લામાં સાત તાલુકામાં અને સાત શહેર તથા ૪૮૮ ગામોનો સમાવેશ થાય છે. જિલ્લાની કુલ વસ્તી વર્ષ ૨૦૧૧ મુજબ ૮.૦૭ લાખ છે. ઉનાળાની પરિસ્થિતીમાં સ્થાનિક લોકોને પીવાના પાણીની ફરિયાદના નિવારણ માટે સ્થાનિક/જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ શરૂ કરીને બંધ હેન્ડપંપ બાબતે રજીસ્ટર નિભાવવા ઉપરાંત સ્થાનિક વર્તમાન પટ્રોમાં જાહેરાત દ્વારા ફરિયાદ નિવારણ માટે સ્થાનિક અધિકારી/કર્મચારીઓના સંપર્ક નંબર તથા પાણી પુરવઠા બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે કાર્યરત ૧૯૧૬ હેલ્પ લાઈન દ્વારા પાણી પુરવઠાની ટીમો કાર્યરત રહેલ છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં તાલુકાવાર હેન્ડપંપ રીપેર કરીને ઉપલબ્ધ કરાયેલ પીવાના પાણીની સુવિધામાં જોઈએ તો વ્યારા તાલુકામાં ૯૧ ગામોમાં કુલ ૩૬૬૧ હેન્ડપંપ માથી બંધ પડેલ ૨૯૬ હેન્ડપંપ રીપેર કર્યા, ડોલવણ તાલુકામાં ૫૮ ગામોમાં કુલ ૨૫૦૯ હેન્ડપંપ માથી બંધ પડેલ ૨૧૬ હેન્ડપંપ, વાલોડ તાલુકામાં ૪૦ ગામોમાં કુલ ૧૬૧૩ હેન્ડપંપ માથી બંધ પડેલ ૭૨ હેન્ડપંપ, સોનગઢ તાલુકામાં ૧૭૨ ગામોમાં કુલ ૫૭૬૦ હેન્ડપંપ માંથી બંધ પડેલ ૩૨૭ હેન્ડપંપ, ઉચ્છલ તાલુકામાં ૪૦ ગામોમાં કુલ ૧૮૬૯ હેન્ડપંપ માંથી બંધ પડેલ ૧૪૪ હેન્ડપંપ, નિઝર તાલુકામાં ૩૬ ગામોમાં કુલ ૫૩૦ હેન્ડપંપ માંથી બંધ પડેલ ૬૪ હેન્ડપંપ અને કુકરમુન્ડા તાલુકામાં ૫૧ ગામોમાં કુલ ૧૬૦૩ હેન્ડપંપ માંથી બંધ પડેલ ૬૬ હેન્ડપંપ મળીને સમગ્ર જિલામાં કુલ ૧૭૫૪૫ હેન્ડપંપ માંથી ૧૧૮૫ હેન્ડપંપોનું તાત્કાલિક રીપેરીંગ કરીને લોકોને પીવાના પાણીની સ્થાનિક સ્તરે સુવિધા પુરી પાડવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है