શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
1 કરોડની ખંડણીખોર અપહરણકર્તા ને ડાંગ સાપુતારાની પોલીસની સતર્કતા દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા.
ગત રોજ સાપુતારા ખાતે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરના ચેકપોસ્ટ પર 1 કરોડ ની ખંડણીખોર અપહરણકર્તાઓ ને પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસે થી હથિયાર મા દેશી બંદૂક છરા અને ધારદાર હથિયાર સહિત કુલ 4,41,300 કુલ મુદ્દામલ સાથે ટોળકી ને ઝડપી પાડી હતી.
ગત રોજ રાત્રી ના સમયે સાપુતારા પો.સ્ટે. ના સ્ટાફ રોજના રૂટિન પ્રમાણે વાહનોનું ચેકીંગ કરતા હતા ત્યારે રાત્રીના 11:15 કલાકે મહારાષ્ટ્ર તરફથી સાપુતારા ચેક પોસ્ટ પરથી ગ્રે કલર ની ઇનોવા ક્રિસટા અને પાછળ પાછળ આવતી આવતી સિલ્વર સ્કોડા ગાડી પસાર થઈ રહી હતી ત્યારે હાજર પોલીસ સ્ટાફે ગાડીઓને સાઈડમાં ઉભા રાખવા માટે ઈશારો કરતા બંને ગાડી સ્પીડ સાથે ભાગી છૂટી હતી. જેનો ત્યાં તપાસ માટે હાજર પોલીસ સ્ટાફ દ્વારા પીછો કરતા લેક ત્રણ રસ્તા પાસે ગાડીઓને પકડી પાડી હતી.
પકડેલ ઇનોવા ક્રિસ્ટા ગાડી ને તપાસતા તેમાંથી બે ઈસમો પોલીસ ને જોતા ” હમેં બચાવો…, હમે બચાવો… હમકો ઇન લોગોને કિડનેપ કિયા હૈ ….” જેવી બુમરાણ કરતા પોલીસે ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી. ગાડી બંધ કરાવતા પાછળની સીટ પર બેસેલા બે શખ્સોએ પોલીસને જોઈ ” સાબ હમકો બચાઓ , યે લોગ હમેં માર ડાલેંગે હમકો કિડનેપ કિયા હૈ” એવી બુમો પાડી હતી.
ઘટનાની જાણ સાપુતારા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી ચૌધરી સાહેબ ને જાણ કરતા ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી ખંડણીખોર અપહરણ કરનાર 5 ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અપહરણ થનાર વ્યક્તિ યોગેશ ધર્માં ભાલેરાવ ( ઉ.વ.45 રહે આડગવ નાસિક) તથા મહેન્દ્ર વસંતરાઈ ગાયકવાડ (ઉ.વ. 46 રહે ભગુર. નાસિક) એ સાપુતારા પોલીસ ને જણાવ્યું હતું કે તેઓ બંને નાસિક આડગવ ની જત્રા હોટેલ પાસે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓની ઇનોવા ગાડીમાં બેસવા જતા હતા તે દરમિયાન તેઓની ઇનોવા ગાડીનો દરવાજો ખોલતાજ ગાડી પાસે ઉભેલા ચાર ઈસમો એ અમારી નજીક આવી જબરદસ્તીથી અમોને ગાડીની પાછળની સીટ પર ધકેલી દઈ પિસ્તોલ જેવું હથિયાર બતાવતા અમો બુમો પાડવા લાગ્યા હતા. પરંતુ એક વ્યક્તિ એ “ચુપચાપ રહો ચિલ્લાઓ મત ” કહીને ઇનોવાની ચાવી લઈ લીધી હતી.
અમોને પાછળની સીટ પર ધકેલી અમારી સાથે એક માણસ બેસાડીને કહ્યું હતું કે તમારી પાસેથી અમને 1 કરોડ રૂપિયા જોઈએ છે. નહીંતર મારી નાખીશું તેમ જણાવી કિડનેપ કરી વણી તરફ લઈ ગયા હતા.
આરોપીઓ પાસે થી હથિયાર મા દેશી બંદૂક છરા અને ધારદાર હથિયાર સહિત કુલ 4,41,300 કુલ મુદ્દામલ સાથે ઝડપી પાડી સાપુતારા પી.એસ.આઈ. ચૌધરી સાહેબે વધુ તપાસ હાથ ધરી છે.