
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, કરૂણેશભાઈ ચૌધરી
સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કાર્યપાલક ને રજૂઆત કરાઈ:
ઉમરપાડા તાલુકાના (વાડી રજવાડી ફીડર) સતત અનિયમિત મળતો હોવાથી ખેડૂતોનો પ્રશ્ન અમારી સમક્ષ આવતા આપ સાહેબને જણાવવાનું કે આ બાબતે અમારી રજૂઆતનો યોગ્ય નિકાલ લાવી, કમ્પલેન નંબર પર ફોન કરતાં યોગ્ય જવાબ મળતો નથી લાઈનમેન ફોન ઉપાડે તો યોગ્ય જવાબ આપતા નથી. જેથી આ તમામ બાબતોની યોગ્ય તપાસ કરાવશો અને AG વીજપુરવઠો સમયસર મળે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા અમારી માગણી સાથે વિનતી છે.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હરીશભાઈ, જિમ્મી વસાવા, અશોકભાઈ, ધારાસિગ, હિરાલાલભાઈ, શેનભાઈ, કરણભાઈ, નગીનભાઈ વગેરે કાર્યકરો ઉપસ્થિતિ રહીને આવેદન પત્ર આપ્યું હતું.