
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેશ ચૌધરી.
મોટામિયા માંગરોળ ના વતની ઈરફાનભાઈ એ. મકરાણી ને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના ગુજરાત પ્રદેશ ઓબીસી વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકા ખાતે આવેલ મોટામિયા માંગરોળ ના રહેવાસી ઈરફાનભાઈ એ. મકરાણી ને ગુજરાત પ્રદેશ ઓબીસી વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગના ચેરમેન તામ્રધ્વજ સાહુજીની સુચના મુજબ ચેરમેન ઘનશ્યામ ઘડવી દ્રારા નિમણૂક કરવામાં આવ્યા છે. ઈરફાન મકરાણી ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક થતા ગુજરાત વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા સુખરામ ભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, માંડવી ના ધારાસભ્ય ચૌધરી આનંદભાઈ, માજી સાંસદ ચૌધરી ડોક્ટર તુષારભાઈ, સુરત જીલ્લાના પ્રભારી પટેલ યુનુસ ભાઈ, સુરત જીલ્લાના કોંગ્રેસ સમિતિના આગેવાનો, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના આગેવાનો, તેમજ માંગરોળ ના માજી સરપંચ મકરાણી અબ્દુલ વાહીદ દ્રારા ઈરફાન મકરાણી ની નિમણુક ને વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા. ઈરફાન મકરાણી ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક થતા મોટા મિયા માંગરોળ ગામના તેમજ તાલુકામાં સાથે આજુબાજુના કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી.