
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નિતેશ વસાવા
સાગબારા: ઉચ્ચતર અને માધ્યમિક વિભાગની જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ નર્મદા જીલ્લાનાં સાગબારા તાલુકાનાં આંતરીયાળ વિસ્તારનાં પાટલામહુ ગામની વિદ્યાર્થિનીએ વધાર્યું સમાજનું સંન્માન.
સાગબારા: પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા જિલ્લો નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી રાજપીપળા અને જિલ્લા શિક્ષણ સમિતિ રાજપીપળા દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ દિન-2020 ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપલા, નર્મદા અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધામાં વસાવા સુલોચનાબેન પ્રકાશભાઈ જેઓ પાટલામહુ ગામના વતની છે, અને સદર વિદ્યાર્થીની ઉચ્ચતર માધ્યમિક શાળા સાગબારા ખાતે અભ્યાસ કરતા હોય જેઓ જિલ્લાકક્ષાની નિબંધ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ હતું, સાથે 5000/ રકમનો રાજ્ય સરકાર તરફ થી પુરસ્કાર પણ પ્રાપ્ત કરેલ છે. જે બદલ તેઓને જિલ્લા શિક્ષણ સમિતિ અને ઉચ્ચતર માધ્યમિક શાળા વતી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતાં, સાથે જ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીની સુલોચના વસાવાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં, ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરો અને વિસ્તાર, સમાજ, શાળા અને જીલ્લાનું નામ રોશન કરી આપ ગૌરવ પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ તમામે પાઠવી હતી.