
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આમ આદમી પાર્ટી દ્વારા મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો ને વેતન ચુકવવામાં આવે એ બાબતે મામલતદારને આવેનપત્ર આપવામાં આવ્યું;
આમ આદમી પાર્ટી દ્વારા ડેડીયાપાડા મામલતદારશ્રીને મનરેગા યોજના હેઠળ છેલ્લા 4 મહિના થી કામ કરતા મજૂરોને વેતન ચુકાવવામાં નથી આવેલ તે બાબતે આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી, કે તાત્કાલિક ધોરણે તમામ કામદારોનું મહેનતાણું ચુકાવવામાં આવે:
કેમ કે સાગબારા – ડેડીયાપાડા સહિત નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે અને ગરીબ પરિવારો છે, ત્યારે હોળી એમનો મહત્વનો તહેવાર હોવાથી તહેવારમાં ભંગ ના પડવો જોઈએ અને રોજગારી નું મહેનતાણું તાત્કાલિક ચુકાવવામાં આવે તેવી માંગ સાથે, આજે ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ સંગઠન મંત્રી ડો.કિરણ વસાવા એ કરી છે.
જેમાં જિલ્લાના તમામ હોદ્દેદારો, ઉપ પ્રમુખ અમરસિંગભાઈ, ડેડીયાપાડા પ્રભારી અમરસિંગભાઈ, ફુલસિંગભાઈ, જયદીપભાઈ, વિશાલભાઈ, જિલ્લા સંગઠન મંત્રી રવિન્દ્રભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.