
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ પ્રતિનિધિ
ચીખલી શિવારી માળ નજીક ખાંડનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી ખાતા ભારે નુકશાન થવાની ઘટના બનવા પામી છે;
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીકનાં વળાંકમાં ખાંડનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જઈ ખુરદો બોલાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ખાંડનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક.ન.એમ.એચ.34.એ.વી 1660 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી-શિવારીમાળ ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહીત ખાંડનાં જથ્થાનો ખુરદો બોલાઈ જતા જંગી નુકશાન થયુ હતુ. જેમાં ટ્રક ચાલક સહીત ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.