લોક ડાઉન જેવી સ્થીતીમાં મોટા શહેરોમાંથી પલાયન થતાં હજારો લોકો દ્વારા સામાજિક દુરીના નિયમો તોડાયા, કોરોના સુરક્ષા કરતાં જીવસુરક્ષા મહત્વની? પલાયન થતાં લોક જુવાળ સામે પ્રસાસન લાચાર! આ પરિસ્થિતિ ફક્ત દિલ્હીમાંજ નથી પરંતુ દેશની રાજધાનીમાં મામલા જાહેરમાં આવે અને મીડિયા નોધ લે તે વ્યાજબી છે, કદાચ આ લોકોનાં પલાયાનના સમાચારો દિલ્હી સરકારની નકામી બતાવતાં હોય એવું લાગી રહ્યું છે, પણ આવી પરિસ્થિતિ અન્ય રાજ્યોમાં પણ છે, હાલની સામાજિક પરિસ્થિતિને જોતા આવું કહેવું કદાચ અતિરેક હશે કે કોરોના કરતાં વધુ મૃત્યુ ભુખમરી દ્વારા થશે? અન્ય રાજ્યોથી પલાયન થતાં લોકોને મીડિયા કર્મી દ્વારા પૂછવામાં આવતા કહ્યું ભૂખે મારવા કરતાં ઘરે જે મળે તે ખાયને જીવીશું, ભુખમરી માં મારવા કરતાં ચાલતાં નીકળી પડ્યા હતા, કોરોના જંગ ત્યારે સરકાર માટે કઠણ થઇ જશે જયારે લોકો ભૂખે મારવા કરતાં જીવ બચાવવા બહાર નીકળી પડશે, લોકોની જરૂરિયાતો પુરી પડવાની જવાબદારી રાજ્ય સરકારની છે, પલાયનની સ્થિતિમાં સરકાર સાથે જ્યાં સુધી અન્ય સેવાભાવી સંગઠનો સોસિયલ ડીસ્ટન અને લોક ડાઉનનાં નિયમોને ધ્યાન રાખી તાત્કાલિક સગવડ હાથ ધરવી જોઈએ, જો અને તો નાં ગણિતને સરકાર હજુય સમજી શકી નથી, શું રાજ્ય સરકારો બીજા રાજ્યોની પરિસ્થિતિ જોઇને કાંઈક સબક શીખે, અથવા આગોતરા સગવડો કરે! કદાચ કાલે આવી પરિસ્થિતિ આપણા રાજ્યમાં પણ ઉભી થાય તો નવાય નહિ; કોરોના મહામારીમાં ઘણાં રાજનીતિ રમી રહ્યા છે, જેવાં સવાલો દિલ્હી સરકારે કર્યા! સિસોદિયાએ કહ્યું કે અમે જનતાની પરિસ્થિતિમાં બનતી કોશિષ કરી રહ્યા છે, લોકો મધ્યે જઇને સગવડ થઇ ત્યાં સુધી પાછા ઘરે જાઓ કહી ભરોષો આપી રહ્યા છીએ, અમે ઘરે બેસીને ટીવી પર રામાયણ નથી જોતા! ગુજરાતમાંથી અન્ય રાજ્યોને જોડતાં માર્ગો હોય રાજમાર્ગો પર વાહનો નહિ લોકોનાં ટોળાઓ ચાલી રહ્યા છે, કાલે મુંબઈ થી વતન તરફ રાજસ્થાન જતાં માર્ગમાં ટેમ્પોની અડફેટે આવી જતાં સ્વર્ગધામ પોહચાડી દીધાં, જોવું અને વિચારવું રહ્યું આપણે અથવા ગુજરાત સરકાર પલાયન થતાં લોકોને કેવી રીતે મદદ કરી શકીએ?
- આવી પરિસ્થિતિ ભારતમાં ૧૯૪૭ વખતે જોવાં મળી હતી, આજે તફાવત એટલો છે ત્યારે ટ્રેન ચાલુ હતી આજે બસ કે યાતાયત માટે કઈપણ સુવિધા નથી! ઉપર થી કર્ફ્યું લોકો ક્યાં જાય?
- આજે દિલ્હીમાં અને જયપુર અને અન્ય બીજા રાજ્યોમાં ગરજવાનોને લુંટવા વાળાએ લોકોને ટીકીટના ભાવોમાં લુંટ્યા!
- ગ્રાઉન્ડ જીરોનાં રીપોર્ટીંગમાં દેખાય છે સરકાર ની નકામી, મદદ કરવા દોડી આવી અન્ય સંસ્થાઓ,
- સરકારનાં નિર્દેશનો નું પાલન કરીએ સામાજિક દુરી બનાવી રાખીએ, તો “કોરોના હારશે દેશ જીતશે”