શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકાના તમામ ગ્રામ્ય અને સહેરી વિસ્તારના dj સાઉન્ડ માલિકોએ ધારાસભ્ય અનંતભાઈ પટેલની હાજરીમાં મામલતદાર કચેરીએ આપ્યુ આવેદનપત્ર.
આજ રોજ મહામારી કોરોના વાયરસ ને પગલે dj સાઉન્ડ માલિકો, ઓપરેટરોની પડતી તકલીફ ના પગલે dj ની રોજગારી મળે તે બાબતે નું સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે આજે વાંસદા તાલુકાના તમામ ગ્રામ્ય અને સહેરી વિસ્તારના dj સાઉન્ડ માલિકોએ ધારાસભ્ય અનંતભાઈ પટેલની હાજરીમાં એક મીટીંગ નું આયોજન કર્યું હતું, હાલ કોરોના મહ્માંરીને ધ્યાને લેતાં બધુજ બંધ છે ત્યારે લાખોના લોનના હપ્તા ભરવાનાં, ઉપરથી પરિવાર ચાલવાનું ઘણુંખરું મુશ્કેલ થઇ પડ્યું છે, તે બાબતે સરકાર જરૂરી પગલાં લે તે જરૂરી થઈ પડયું છે,
આ કાર્યક્રમ માં વાંસદા તાલુકાનાં તમામ ગામના 200 જેટલા dj સાઉન્ડ માલિકો,ઓપરેટરો હાજર રહીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર રજુ કરવામાં આવ્યુ હતું.
વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંતભાઈ પટેલના માર્ગ દર્શન હેઠળ આ સમગ્ર સફળ કાર્ય કરાયું હતું. જો આવતા અઠવાડિયા સુધીમાં પરવાનગી આપવામાં ન આવે તો ઉપવાસ કરવાની ચીમકી તમામ ગામના 200 જેટલા dj સાઉન્ડ માલિકોએ ઉચ્ચારી હતી. વાંસદા કચેરી એ નારા બોલાવી આવેદન પત્ર સુપ્રત કર્યુ હતું.