ક્રાઈમ

હાઈવે પરથી એસેન્ટ ફોર વ્હીલ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી તાપી LCB:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી એલ.સી.બી દ્વારા સોનગઢ-વ્યારા હાઈવે પરથી એસેન્ટ ફોર વ્હીલ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો.

અધિક પોલીસ મહાનિદેશકશ્રી સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓએ તાપી જીલ્લામાં પ્રોહી લિસ્ટેડ બુટલેગર તેમજ પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી તાપી જીલ્લામાંથી થતી દારૂની હેરાફેરી થતી અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના આપેલ હોય જે આધારે શ્રી એચ.સી.ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જી.તાપી નાઓ દ્વારા એલ.સી.બી. ટીમને પ્રોહિની પ્રવૃત્તિને શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે આજરોજ અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ નાઓને ખાનગી રાહે મળેલ મળેલ કે નેશનલ હાઈવે નં,૫૩ ઉપરથી સોનગઢ થઈ સુરત તરફ એક લાલ કલરની એસેન્ટ ફોર વ્હીલ ગાડી નં.GJ-05-CD-4781 મા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળનાર હોય જે આધારે મૌજે.સોનગઢ પોખરણ પાટીયા પાસે નેશનલ હાઈવ નં.૫૩ ઉપર પોલીસના માણસો સાથે વોચમાં હતા દરમ્યાન બાતમીમાં જણાવેલ ફોર વ્હીલ ગાડી આવતા તેને લાકડીના ઇશારો કરી ફોર વ્હીલગાડી ઉભી રાખવા જણાવતા તે ફોર વ્હીલ ચાલકે પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડી ઉભી રાખેલ નહી અને પોતાની કબ્જાની ફોર વ્હીલ ગાડી પોખરણ ગામની સીમ તરફ હંકારી દીધેલ અને તેનો પીછો કરી પોખરણ ગામની સીમમાં આવેલ બાલાજી સ્ટોન ક્વોરીની પાસે સદર ફોર વ્હીલ ગાડીના ચાલકને પકડી પાડેલ જે ફોર વ્હીલ ગાડીમા ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હીસ્કી તથા બીયર મળી કુલ બોક્ષ નંગ-૧૦ તથા સદર ફોર વ્હીલ ગાડીમા બનાવેલ ચોરખાનામા મુકેલ વ્હીસ્કીની નાની બાટલીઓ મળી કુલ બોટલ નંગ-૯૨૨ કુલ કિંમત રૂ.૫૯,૩૦૦/- નો પ્રોહિ જથ્થો તથા એસેન્ટ ફોરવ્હીલ ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/- તથા ૨ મોબાઇલ કિ.રૂ.૫,૫૦૦/- સાથે કુલ્લે કિ.રૂ.૧,૧૪,૮૦૦/- નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે હેરાફેરી કરતા પકડાઈ ગયેલ છે. આરોપી ફોર વ્હીલ ચાલક રાકેશભાઇ કમલેશભાઇ ડામોર નાને કોવીડ-૧૯ ની ગાઈડલાઈન અનુસાર ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તથા પ્રોહી જથ્થો મંગાવનાર લાલાભાઇ રહે-કડોદરા સુરત તથા ભરી આપનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. સદર ગુન્હો સોનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામા આવેલ છે.

આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ બ.નં.૬૫૪ તથા અ.હે.કો. લેબજીભાઈ પરબતજીભાઈ બ.નં.૬૮૦ તથા અ.હે.કો સંજયભાઈ ચીમનભાઈ બ.નં ૬૬૫ તથા અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઈ બ.નં.૭૧૪ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है