શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડિયાપાડા તાલુકાના મોઝદા ગામના કોકટી ફળિયાના સ્મશાન પાસે સ્કોડા ગાડીનો પીછો કરી પકડી લઈ પ્રોહિબિશન તથા સ્કોડા ગાડી સહીત કુલ કિમંત રૂપિયા ૧૨,૦૮,૯૦૦/- નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી દેડિયાપાડા પોલીસ.
શ્રી સંદીપસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા પ્રશાંત સૂંબે સાહેબ પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી વધુમાં વધુ પ્રોહિબિશન, જુગારના કેશો શોધી કાઢવા સારું જરૂરી સુચનાઓ આપેલ હોય જે સુચનાઓ અનુસંધાને શ્રી જી.એ. સરવૈયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા વિભાગ,રાજપીપળા તથા આર. એસ. ડોડીયા સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દેડિયાપાડા સર્કલનાઓ ના સીધા માર્ગદર્શન હેઠળ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ.પો.કો.કમલેશ પારસીગભાઈ બ.ન.૨૨૦ નોકરી દેડિયાપાડા પોલીસ સ્ટેશન જીલ્લો નર્મદાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે મોલગી (મહારાષ્ટ્ર) તરફથી એક સફેદ કલરની સ્કોડા ગાડી નંબર DD-03 K 4798 માં ઇગ્લિશ દારૂનો જથ્થો ભરી ડુમખલ થઈ દેડિયાપાડા તરફ આવે છે જેથી દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી સી. ડી. પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો બેસણા ગામના ટેકરા પાસે નાકાબંધી હતા તે દરમિયાન બાતમીવાળી સ્કોડા ગાડી ચાલકે પોતાના કબ્જા વાળી ગાડી રિવર્સ લઈ બેસણા, મોટી સિંગ્લોટી, મોઝદા થઈ કોક્ટી ફળિયાના સ્મશાન તરફ ભગાવેલ અને સદર સ્કોડા ગાડીનો દેડિયાપાડા પોલીસે પીછો કરતા મોઝદા કોકટી ફળિયાના સ્મશાન પાસે રસ્તો પૂરો થઈ જતાં સ્કોડા ગાડી નો ચાલક તથા તેની બાજુમાં બેસેલ ઈસમ ગાડી ને બંધ કરી બિન વારસી મૂકી દઈને ડુંગરાળ પ્રદેશનો લાભ લઇ ઝાડી ઝાંખરામાં બને ઈશમ ભાગી ગયેલ અને સ્કોડા ગાડી નો તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટનો કુલ કિમંત રૂપિયા ૨.૦૮.૯૦૦/- નો પ્રોહિબીશન નો મુદ્દામાલ તથા કાગળો મળી આવેલ સ્કોડા ગાડી ની કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ગણી તમામ પ્રો,બિશન માલ મળીને ૧૨,૦૮ ૯૦૦/- ગણી તમામ પ્રોહી મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે અને ગાડી મૂકી નાસી જનાર તથા ગુના સાથે સંકળાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા શ્રી સી. ડી.પટેલ પો.સ.ઈ.દેડિયાપાડા નાઓએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પત્રકાર:- દિનેશ વસાવા દેડિયાપાડા,