
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારાના ધનશેરા ચેકપોસ્ટ પર સરકારી બસ માંથી ગાંજા સાથે બે આરોપી ઝડપાયા;
આરોપીઓને ગાંજો આપનાર અને મંગાવનાર બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા ;
સાગબારા: વાહન ચેકીંગ દરમ્યાન ઘનશેરા પોલીસ ચેક પોસ્ટ પરથી મહાષ્ટ્રની સરકારી બસ માંથી ગાંજાનો જથ્થો ૯.૯૨ કિ.ગ્રા કુલ કિ.રૂ ૯૯,૮૨૦/- મુદ્દામાલ સાથે એક મહિલા અને એક પુરુષને સાગબારા પોલીસે ઝડપી લીધા છે.
સાગબારા પોલીસ સ્ટાફનાં માણસો ધનશેરા ચેકપોસ્ટ પર થી મહારાષ્ટ્ર તરફથી આવતી મહારાષ્ટ્ર સરકારની જલગાવ અંક્લેશ્વરનું બોર્ડ લગાડેલ બસ નંબર MH.20 BL. 3428 માં ચેકીંગ દરમ્યાન આરોપી (૧) રઇસભાઇ રસીદભાઇ શેખ પાસેના બેગ માંથી સુકો ગાજો ૫.૯૩૫ કિ.રૂ. ૫૯,૩૫૦/- તથા મોબાઇલ જેની કિ.રૂ.૨૦૦૦/- તથા ૫૦૦/- રોકડા (૨) રીઝવાનાબાનુ અનવર મન્સુરી પાસે એક બેગમાં સુકા ગાંજાના પાર્સલ બેગમાં મુકેલ ગાંજો ૪.૪૪ કિ.ગ્રા. કિ.રૂ.૪૦,૪૭૦/- તથા મોબાઇલ જેની કી.રૂ. ૩૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૦૫,૩૨૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા, પકડાઇ ગયેલ ખારોપી વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં N.D.P.S એકટ મુજબનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે, ઉપરાંત (૧) આસીફ રહે. કાવલ (મહારાષ્ટ્ર) (૨) મુકીમ અપ્પા રહે. અમદાવાદ, બાપુનગર ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.