ક્રાઈમ

વાહન ચોરીના ગુનામાં છેલ્લા નાસ્તા ફરતા આરોપીને ડિટેઇન કરતી LCB પેરોલ ફલોં સ્કોડ ટીમ નવસારી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં છેલ્લા 11 માસથી નાસ્તા ફરતા આરોપીને ડિટેઇન કરતી એલ. સી. બી. પેરોલ ફલોં સ્કોડ ટીમ નવસારી.

વાંસદા : નવસારી જિલ્લા તેમજ જિલ્લા બહાર ફરતાં આરોપીઓની ધરપકડ કરવા અંગે પોલીસ અધિકારીશ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ તથા નાયબ પોલીસ અધિકારીશ્રી એસ. જી. રાણા સાહેબ નવસારી વિભાગ વી. એસ. પલાસ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી. બી. નવસારીનાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ.

જે આધારે તા.15-12-2021 ના રોજ પો. સ. ઈ. એમ. જી. પાટીલ પેરોલ ફ્લો સ્કોડ એટેચ એલ. સી. બી. નવસારી તથા હે. કો. ભાવેશભાઈ જયમનલાલ તથા હે. કો. વિશાલભાઈ હરિભાઈ તથા પો. કો. નિમેષભાઈ કાંતિલાલ નાઓ સાથે નાસ્તા ફરતા આરોપી ઓ નવસારી ટાઉન પો. સ્ટેશન પેટ્રોલિંગમાં હતાં દરમ્યાન હે. કો. વિશાલભાઈ હરિભાઈ તથા પો. કો. નિમેષભાઈ કાંતિલાલનાઓને બાતમી હકીકત મળેલ કે વાંસદા પો. સ્ટે. એ પાર્ટ 11822003210136/2021 ઈ. પી. કો. કલમ,379,114 મુજબના ગુનાના કલમના નાસ્તો ફરતો આરોપી મકસુદ અબ્દુલ હમિદ શેખ રહે. વડ ફળીયા ધરમપુર જી. વલસાડનાનો નવસારી સિવિલ હોસ્ટપિટલ ખાતે આવેલ છે જેણે શરીરે ભૂરા પીળા રંગની પટ્ટાવાળી ટીશર્ટ તથા ભૂરા રંગનું ટ્રેક પેન્ટ પહેરેલ છે. જે મળેલ બાતમી હકીકત આધારે જણાવેલ જઈ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવેલ ઈસમ મળી આવતા તેને પકડી પાડેલ પકડાયેલ આરોપી ઉપરોક્ત ગુનામાં છેલ્લા 11 માસથી પોતાની ધરપકડ ન થાય ( ટાળવા સારું ) નાસ્તો ફરતો હોય આરોપીને ડિટેઇન કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

 પકડાયેલ આરોપીનુ નામ:

     મકસુર ઉર્ફે પપ્પુ ઉર્ફે ડોન અબ્દુલ હમીદ શેખ ઉ. વ.42 રહે. વડ ફળીયા ધરમપુર તા. ધરમપુર જી. વલસાડ

 કામગીરી કરનાર અધિકારી:

કર્મચારી PI બી. એસ. પલાસ, પો. સ. ઇ. એમ. જી. પાટીલ, હે. કો. ભાવેશભાઈ જયમનલાલ હે. કો. વિશાલભાઈ હરિભાઈ પો. કો. નિમેષભાઈ કાંતિલાલનાઓ દ્વારા સારી કામગીરી કરેલ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है