ક્રાઈમ

પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને આશરો આપનાર ઇસમની ધરપકડ કરતી તાપી પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

પાસાનાં ગુનામાં તથા દારૂના (પ્રોહીબીશન) ગુનામાં નાસતા ફરતા આરોપીને આશરો આપનાર ઇસમની ધરપકડ કરતી તાપી પોલીસ:

પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ ટુંક સમયમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઇ તાપી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.એલ.માવાણી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અત્રેના સોનગઢ પો.સ્ટે.માં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ સિકંદર ઉર્ફે સુકનજીભાઇ શાંતુભાઇ ગામીત રહે. સોનગઢ શિવાજીનગર તા. સોનગઢ જિ. તાપીના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત મંજુર થતાં પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસ્તો ફરતો હતો, તે દરમિયાન  તેને આશરો આપનાર ઇસમ જીગ્નેશભાઇ રામચંદ્ર સામરીયા રહે. રામચંદ્ર-બી 26-27 સરિતા દર્શન સોસાયટી ઉમરા સુરત શહેરના વિરૂધ્ધમાં સોનગઢ પોલીસ સ્ટેશનમા ઇ.પી.કો. કલમ 212, 216 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. સદરહુ ગુનાના કામે નાસતા ફરતા આરોપીને આશરો આપનાર આરોપી જીગ્નેશભાઇ રામચંદ્ર સામરીયા રહે. રામચંદ્ર-બી 26 27 સરિતા દર્શન સોસાયટી ઉમરા સુરત શહેરનાઓને આજરોજ તા. ૧૪/૦૨/૨૦૨૧ ના કલાક ૧૦.૩૦ વાગે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है