
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા છ થી પણ વધારે વર્ષોથી વિદ્યાર્થીઓના હિતમાં સતત કાર્ય કરતું આવ્યું છે, અને હાલ દરેક યુનિવર્સીટીના ગ્રેજ્યુએશનના પરિણામો જાહેર થઈ ગયા છે, કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ હાલ પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી, થોડા સમય પહેલા BCI દ્વારા પરિપત્ર કરીને જરૂરી પૂર્તતા કરવા માટેના આદેશ આપેલ છે, જેની પૂર્તતા સરકાર દ્વારા કરવી જરૂરી છે, આથી દરેક કોલેજો / યુનિવર્સિટી દ્વારા નિયમો પરીપૂર્ણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરેલ છે. અને જ્યાં સુધી સરકાર અને કોલેજ યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય નહીં ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં કાયદા વિદ્યાશાખા માં પ્રથમ વર્ષમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ ખૂબ જ મૂંઝવણમાં છે. તેમના ભવિષ્યનો આધાર છીનવાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાના ઇચ્છુક ક્ષેત્રમાં અભ્યાસ ન કરી શકે તો નાસીપાસ થશે, અને અનિચ્છનીય બનાવ બનશે. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગણી કરે છે કે સરકાર શ્રી દ્વારા કોલેજ / યુનિવર્સિટીમાં વહેલી તે કાયદા વિદ્યાશાખાના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા તુરંત આગામી ત્રણ દિવસમાં શરૂ કરવામાં આવે તેવા જરૂરી તમામ પગલાં ભરીને કાર્યવાહી કરવા સમગ્ર વિદ્યાર્થી આલમ વતી માંગણી છે. અન્યથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાત માં વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન કરશે, એવી ચીમકી ઉચ્ચારી હતી.