ક્રાઈમ

વોન્ટેડ આરોપીને અંક્લેશ્વર ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

આમોદ પો.સ્ટે. ના સગીર બાળાના અપહરણના ગુનામા છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને અંક્લેશ્વર ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા સારૂ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હોય ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી ડ્રાઇવ દરમ્યાન જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે દરમ્યાન આજરોજ તા-૨૯/૧૦/૨૦૨૧ નારોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,આમોદ પો.સ્ટે. મા ગત તા-૨૩/૦૪/૨૦૨૧ ના રોજ એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર થયેલ છે જે ગુનામા છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપી અંક્લેશ્વર તાલુકાના કોસમડી સફેદ કોલોની ખાતે અપહરણ કરી લાવેલ સગીરા સાથે ભાડાની રૂમમા રહે છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વોચમા રહી વોન્ટેડ આરોપીને અપહ્યુત સગીરા સહીત ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અપહ્યુત સગીરાને અપહરણકર્તા ની ચુંગાલ માંથી મુકત કરાવી છેલ્લા ચાર માસથી વોન્ટેડ અપહરણકર્તા ને ઝડપી પાડી વધુ તપાસ અર્થે હસતગત કરી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. મા સોંપવામા આવેલ છે અને અપહરણ બાબતે આમોદ પોસ્ટે.મા ગુનો રજીસ્ટર થયેલ હોય જે ગુનામાં પકડાયેલ આરોપી વોન્ટેડ હોય આગળની કાર્યવાહી સારૂ આમોદ પો.સ્ટે. ખાતે જાણ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:

કીશનભાઇ ઉર્ફે અનિલ S/O કમલેશભાઇ વેલાજી વસાવા રહે હાલ-કોસમડી સફેદ કોલોની તા અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે વલીપોર તા-આમોદ જી-ભરૂચ

વોન્ટેડ ગુનાની વિગત:

આમોદ પો.સ્ટે. ગુ.ર.નંબર- ૦૩૦૧/૨૦૨૧ ઇ.પી.કો.૬-૩૬૩,૩૬૬ તથા પોક્સો એકટ-૧૨ મુજબ

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ: 

પો.સ.ઇ. પી.એસ.બરંડા, તથા હે.કો.ચંદ્રકાંતભાઇ, હે.કો અજયભાઇ, હે.કો.વર્ષાબેન હે.કો.અશોકભાઇ તથા પો.કો.મયુરભાઇ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है