શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાજા પાંડા આદિવાસી ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્ધારા સાધારણ સભા મળી:
મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રીશ્રી ના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત નાબાડૅ નેજા હેઠળ રચવામાં આવેલી CBBO ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ત્યારે આજ રોજ નેત્રંગ તાલુકાનાં કાકડકુઈ મુકામે દિપક ફાઉન્ડેશન ના નેજા હેઠળ ચાલતી CBBO એટલે (કલસ્ટર સ્તરે કલસ્ટર બિજનેસ આધારિત ઓર્ગેનાઇઝેશન) ચલાવવામાં આવતી કંપની રાજા પાંડા આદિવાસી ફાર્મર પ્રોડયૂસર કંપની લિમિટેડ દ્ધારા ત્રીજી સાધારણ સભા મળી હતી. કંપનીને બનાવવાનો મુખ્ય હેતુ કે નાનામાં નાના સિમાનંત ખેડૂતને ખેતી માટેનાં બિયારણો, દવાઓ, ખાતરો, સારી ખેતી કરવાની સમજણ, અને ખેતી પાક માટે વેચાણ માટે બજાર તેનો ખેડૂતોની આવક બમણી કરવાનો મુખ્ય ઉદ્ધેશ રાખવામાં આવેલ છે.
તેમાં કંપનીનાં ડિરેકટર શ્રી એ કાકડકુઈ ગામે ત્રણ વર્ષથી કંપની ને ત્રણ વર્ષથી કંપનીને મળતો લાભ વિષે જણાવ્યું હતું. અને કંઈ રીતે ખેતીમાં વધુને ઉચ્ચ ગુણવત્તાનો પાક મેળવવો સાથે – સાથે કંપની આવનાર સમયમાં નવી નવી પદ્ધતિથી ખેતી માટે પ્રોત્સાહિત કરવાના પણ કરવાનાં વિચારો જાહેરાત કરી શકે છે. કંપની ને અને સભાસદોને વધુમા લાભ મળે તેવી જ કંપનીના અધિકારીઓ એ જણાવ્યું હતું. તેમાં કંપની સાથે જોડાયેલા શેર સભાસદો સરકારી અધિકારીઓ કાકડકુઈ ગામનાં સરપંચ ખેડૂત આગેવાનો અને ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
પત્રકાર: દિનેશ વસાવા, દેડિયાપાડા