શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર ગામીત
કૃષિ વિજ્ઞાન કેન્દ્રં વ્યારા ખાતે PRAટુલ્સ એન્ડ ટેક્નિકસ વિષય ઉપર ત્રિદિવસિય ઇન-સર્વિસ તાલીમ કાર્યક્રમ યોજાયો:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ડો. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ તા. ૨૮-૩૦/૦૭/૨૦૨૨ના રોજ “PRA ટુલ્સ એન્ડ ટેક્નિકસ” વિષય ઉપર ત્રિ-દિવસિય ઇન-સર્વિસ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં તાપી જીલ્લાના ખેતીવાડી, બાગાયત, પશુપાલન, આત્મા, એગ્રી પોલીટ્કનિક કોલેજ, ચોખા સંશોધન કેન્દ્ર અને કેવિકેના ૩૦ અધિકારીશ્રી/કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એન. એમ. ચૌહાણએ તાપી જિલ્લામાં પ્રવર્તમાન ખેતી પદ્ધતિઓ વિશે ચર્ચા કરી કૃષિલક્ષી નવીન ટેકનોલોજીઓ અને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવા હાકલ કરી હતી. વધુમાં તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ સંલગ્ન વિભાગોના સંકલિત કાર્યોને બિરદાવ્યા હતા. ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા “PRA સર્વેમાં ખેડૂતો સાથે રેપોર્ટ બિલ્ડિંગ” વિષય ઉપર માર્ગદર્શન આપી ખેડૂતો પાસેથી ગામની પરિસ્થિતિની જરૂરી માહિતી ભેગી કરવાની પદ્ધતિઓ સમજાવી હતી. ડૉ. એ. પી. નિનામા, સહ કોર્ષ ડિરેક્ટર, એક્સટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આણંદએ વિસ્તરણ પ્રવૃત્તિઓમાં PRA સર્વેનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. યોગેશ રાઠવા, કોર્ષ ડિરેક્ટર એક્સટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આણંદ દ્વારા PRA સર્વેના ૧૮ ટુલ્સ વિવિધ દ્રષ્ટાંતો આપી સમજાવ્યા હતા. ડૉ. પાયલ વિહરિયા, સહ કોર્ષ ડિરેક્ટર, એક્સટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આણંદએ PRA સર્વે દરમિયાન ધ્યાનમાં રાખવાના જરૂરી મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. તાલીમના ભાગરૂપે વ્યારા તાલુકાના રામકુવા ગામે DGVS સંસ્થા, વ્યારાના સહયોગથી PRA સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓ દ્વારા PRA સર્વે દરમિયાન ભેગી કરેલી માહિતી વિવિધ ચાર્ટ અને કોષ્ટક દ્વારા પ્રેઝન્ટેશન કરી ચર્ચા કરવામાં આવી હતી. તાલીમના અંતે માન. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન, એમ. ચૌહાણના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમનું સફળ સંચાલન કેવીકેના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.