બિઝનેસ

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપે એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે 3D પ્રિન્ટિંગ ક્ષમતાઓ વધારવા માટે EOS સાથે MOU કર્યાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપે એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે 3D પ્રિન્ટિંગ ક્ષમતાઓ વધારવા માટે EOS સાથે MOU કર્યાં:

3D પ્રિન્ટિંગથી મટિરિયલનો વપરાશ 70-80 ટકા અને પ્રોસેસિંગ ટાઇમ 80 ટકા સુધી ઘટી શકે છે

ગ્રામીણ ટુડે ન્યુઝ, મુંબઈ:  ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના એરોસ્પેસ બિઝનેસે ભારતીય એવિયેશન અને સ્પેસ ઉદ્યોગો પર કેન્દ્રિત અત્યાધુનિક એડિટિવ મેન્યુફેક્ચરિંગ (એએમ) આધારિત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ 3D પ્રિન્ટિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી એવી ઈઓએસ સાથે એક મહત્વપૂર્ણ એમઓયુ કર્યો છે. આ એમઓયુ સાથે કંપની ભારતની આત્મનિર્ભરતાના વિઝન પ્રત્યે તેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવી રહી છે. આ સહયોગ ભારતની ટેક્નોલોજીકલ પ્રગતિમાં એક મહત્વપૂર્ણ પગલું છે જે જટિલ ઉત્પાદન પ્રક્રિયાઓમાં પરિવર્તન લાવે છે અને દેશને એરોસ્પેસ ઇનોવેશનમાં વૈશ્વિક અગ્રણી તરીકે બનાવે છે. આ ભાગીદારીનો ઉદ્દેશ એએમ પ્રેરિત ડિઝાઇન અને ઉચ્ચ કામગીરી ધરાવતી પ્રોડક્ટ્સ પૂરી પાડવા દ્વારા ભારતમાં એવિયેશન અને સ્પેસ ઉદ્યોગમાં પરિવર્તન લાવવાનો છે. સ્પેસ ટેક્નોલોજી ઉદ્યોગમાં ઈઓએસ સૌથી મોટો એએમ ગ્લોબલ ઇન્સ્ટોલ-બેઝ ધરાવતી હોવાથી આ સહયોગ ટેક્નોલોજીકલ નિપુણતા અને ઉત્પાદન ક્ષમતાનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરે છે. સાથે મળીને ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ અને ઈઓએસ ભારતીય અને વૈશ્વિક ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઈએમ) બંનેમાં સેવાઓ પૂરી પાડવા માટે મજબૂત એએમ આધારિત એવિયેશન અને સ્પેસ સપ્લાય ચેઇન સ્થાપવા માટે જરૂરી ટેક્નિકલ તથા પ્રોડક્શન ક્ષમતાઓ ઊભી કરશે.

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપનો એક ભાગ, ગોદરેજ એન્ડ બોય્સના એરોસ્પેસ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ માણેક બેહરામકામદીને જણાવ્યું હતું કે, “આ ભાગીદારી ભવિષ્યની તૈયારી તરફ એક વ્યૂહાત્મક પગલું દર્શાવે છે. 3D પ્રિન્ટિંગ એરોસ્પેસ ડિઝાઇનમાં એક આમૂલ પરિવર્તન લાવી રહ્યું છે, જે અમને સિંગલ પ્રિન્ટિંગ પ્રોસેસ દ્વારા જટિલ આકારો અને કદ બનાવવા સક્ષમ બનાવે છે. અમે મજબૂત કાર્યક્ષમતા અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન મૂલ્યમાં સુધારો કરવા સાથે ‘ગ્રીન’ પ્રોડક્ટ્સના અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
 
ઈઓએસ ઈન્ડિયાના ડિરેક્ટર વિનુ વિજયને જણાવ્યું હતું કે “એએમ સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં એક નિર્વિવાદ પરિવર્તન લાવી. અમે પહેલાથી જ પરંપરાગત રીતે ઉત્પાદિત એસેમ્બલીઓના ઉદાહરણો જોઈ રહ્યા છીએ જેમાં 100થી વધુ ભાગોનો સમાવેશ થાય છે, જેને એએમ દ્વારા ફક્ત 3 અથવા 4 ભાગોમાં સરળ બનાવવામાં આવે છે જેથી એસેમ્બલીની સરળતા રહે, જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવામાં આવે, અને પરિણામે જટિલતા અને ખર્ચમાં ઘટાડો થાય. અમે પેસેન્જર એરક્રાફ્ટ માટે પ્રથમ ફ્લાઇટ-સેફ્ટી-ક્રિટીકલ, ક્લાસ 2 ટાઇટેનિયમ ભાગ વિકસાવવા અને પ્રમાણિત કરવામાં પણ સફળ થયા છીએ જે એરોસ્પેસ માટે લાયકાતનું ઉચ્ચતમ સ્તર છે.”

સ્પેસ ટેકનોલોજીમાં ભારતની નોંધપાત્ર પ્રગતિને ધ્યાનમાં રાખીને આ ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1963માં તેના પ્રથમ લોન્ચ પછી ભારતે અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કર્યા છે, જેમાં પ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં પહોંચવું, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનવું અને તાજેતરમાં તેનું 100મું લોન્ચ પૂર્ણ કરવા જેવી સિદ્ધિઓ સમાવિષ્ટ છે. ગોદરેજ ભારતની એરોસ્પેસ મહત્વાકાંક્ષાઓને આગળ વધારવામાં મોખરે રહ્યું છે અને ક્રાયો-એન્જિન એસેમ્બલી તથા સેટેલાઇટ થ્રસ્ટર્સ માટે મહત્વપૂર્ણ એસેમ્બલી પ્રક્રિયાઓ હાથ ધરી રહ્યું છે જેણે ભારતના તમામ અવકાશ પ્રોજેક્ટ્સને તાકાત આપી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है