ક્રાઈમ

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

ભરૂચ શહેરમાં અયોધ્યાનગર સંતોષીમાતાના મંદીર પાસે રહેણાક મકાનમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિદેશકશ્રી ગુ.રા. રાજ્ય ગાંધીનગરનાઓ દ્રારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પ્રોહી/જુગારની સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્રારા ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે  પોલીસ ઇન્સપેક્ટર જે.એન. ઝાલાનાઓની માર્ગદર્શન મુજબ ઉપરોક્ત ડ્રાઈવ દરમ્યાન અસરકારક કરવા ભરુચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની અલગ અલગ ટીમોની રચના કરવામા આવેલ તે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.ઇન્સ. એલ.સી.બી.નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેરમાં અયોધ્યાનગર સંતોષીમાતાના મંદીર પાસે રહેણાક મકાન નં.૨૭૨૮ મા પ્રોહી સફળ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ, સહીત કુલ મુદ્દામાલ કિં.રૂ.૫૨,૫૦૦/- સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે અને આગામી દિવસોમા પણ એલ.સી.બી/ભરુચ પોલીસ દ્વારા ગે.કા.પ્રવ્રુતી વિરુધ્ધ આવી જ રીતે કડકાય પુર્વક કામગીરી કરવામા આવશે

પકડાયેલ આરોપી- મુકેશ બચુભાઇ સોલંકી રહે.મકાન નં.૨૭૨૮ સંતોષીમાતાના મંદીર પાસે, અયોધ્યાનગર તા.જી.ભરુચ
પકડાયેલ મુદ્દામાલ-
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૪ કિ.રૂ.૫૨,૦૦૦/-
(૨) મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/-  કુલ મુદ્દામાલ કિં રૂ.૫૨,૫૦૦/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ-
પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ, હે.કોન્સ.હિતેષભાઈ, સંજયદાન તથા પો.કો.મહિપાલસિંહ, શ્રીપાલસિંહ, વિશાલ વેગડનાઓ દ્વારા ટીમ વર્કથી કરવામા આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है