
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
પીપલપાડામાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, સપ્લાયર વોન્ટેડ:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પીપલપાડા ગામે આહવા પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૮૦ એમ.એલ.ની ૬૫૬ બોટલો, જેની કિંમત રૂ. ૬૫,૬૦૦ થાય છે, તે મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરી દ્રારા સૂચનાના પગલે આહવા પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સાંખલા, પો.સબ.ઇન્સ. કે.જે. નિરંજન તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ હઠુભાને મળેલી બાતમીના આધારે પીપલપાડા ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન ગમજભાઈ જાનુભાઈ પવાર (ઉં.વ. ૪૮, રહે. પીપલપાડા, તા. આહવા જી.ડાંગ) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર પરેશભાઈ સુભાષભાઈ ગવળી( રહે. ભિષ્યા, તા. આહવા જી.ડાંગ) ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


