ક્રાઈમ

નોંધયેલ ચોરીના ગુનામાં મુદ્દામાલ સહીત બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુનિતા રજવાડી

નોંધયેલ ચોરીના ગુનામાં મુદ્દામાલ સહીત બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ LCB:

ઝઘડીયા જી.આઇ.ડી.સી માં આવેલ મેટ્રોપોલીટ્વન એકઝીમ કેમ્પ પ્રા.લી કંપનીમાંથી ચોરી થયેલ જે ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ એસ. એસ. પાઇપ તથા એસ.એસ.બોલ વાલ્વ જેનિ કુલ કિ રૂ ૫,૦૨,૦૫૦./- નો મુદ્દામાલ રીકવર કરી બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:

પોલીસ મહાનિરિક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા આપેલ સુચના આધારે જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર ભરૂચ એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ ભરૃચ એલ.સી.બી ટીમના માણસો અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ઝઘડીયા જી.આઇ.ડી.સી માં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કેમ્પ પ્રા.લી કંપનીમાંથી એસ.એસ.પાઇપ તથા બોલ વાલ્વ કુલ ક્રિ રૂ ૫,૦૨.૬૩૯/- ના મત્તાની ચોરી થયેલ હોય જે ચોરીનો ભેદ ઉકેલી અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ હેલ્લોન પ્લાઝામાંથી બે ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી થવા અંકલેશ્ર્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે ને સુપ્રત કરેલ છે,

પકડાયેલ આરોપી:

(૧) પારસમલ s/o હીરાસીંગ રામલાલ જૈન હાલ રહે એ/૮ પાર્શ્વનાથ નગર ગડખોલગામ તા અંકલેશ્ર્વર જી. ભરૂચ, મુળ રહે જાંબગામ થાના જાબ તા- શીતલવાના જી. ઝાલોર રાજસ્થાન (ર) સઇદ નૈકસૈખાન પઠાણ હાલ રહે રૂમ નં ૪ર૬ મીરાનગર સારંગપુરગામ તા. અંકલેશ્વર જી. ભરૂચ, મુળ રહે. કાથાગામ તા- મૌ રેના જી.ભીંડ મધ્યપ્રદેશ

વણશોધાયેલ ગુનો

ઝઘડીયા પો.સ્ટ પાર્ટ એ૧૧૧૯૯૦૨૮૨૧૦૭/૨૦૨૧ ઇ.પી.કો.ક,૩૭૯,૪૪૭, ૧૧૪ મુજબ

કબજે કરવામાં આવેલ મુદ્દામાલ:

(૧) એસ.એસ.ના પાઇપ નંગ ૩૦

(૨) એસ.એસ.ના બોલ વાલ્વ નંગ ૧૮

(૩) એસ.એસ. ફોજ નગ ૦૭

કુલ કી.રૂ.૫,૦૨,૦૫૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ:

પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા એ.એસ.આઇ કનકસિંહ તથા હે.કો ચંન્દ્રકાંતભાઇ તથા હે.કો દિલીપભાઇ તથા હે.કો અજયભાઇ તથા હે.કો પરેશભાઇ તથા હે.કો જયરાજભાઇ તથા વુ.હે.કો વર્ષાબહેન એલ.સી.બી ભરૂચ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है