ક્રાઈમ

આંકડાના જુગારના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા ચાર રસ્તા પાસે મહીન્દ્રા ટ્રેકટર શો રૂમની બાજુમાં ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાના જુગારના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા;

ડેડીયાપાડા પોલીસે કુલ કિં.રૂ.૧૭,૮૬૦ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા;

 ડેડીયાપાડા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એ.એસ.વસાવા સાહેબ નાઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન અ. હે.કો. હરેન્દ્રભાઇ સુખદેવભાઇ બ.નં.૫૧૬ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, ડેડીયાપાડા ચાર રસ્તા પાસે મહીન્દ્રા ટ્રેકટર શો રૂમની બાજુમાં ખુલ્લી જગ્યામાં મોબાઇલ ફોનમાં સકુન નેપાલ સિંહ મુળ ઉ.વ.આ.૩૫ રહે.દયા પો.સ્ટ-રતનપુરખાસ તા.રસુલાબાદ જી.કાનપુર દેહનત (ઉતરપ્રદેશ) હાલ રહે. દેડીયાપાડા ચાર રસ્તા પાસે તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૨) સંજયભાઇ મુળજીભાઇ વસાવા ઉ.વ.આ.૨૮ રહે.નવાગામ (દેડીયાપાડા) સુથાર ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓ આંક ફરકના આંકડા લખી લખાવી હારજીતનો જુગાર રમી રમાડે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા આરોપી (૧) સકુન નેપાલ સિંહ તથા (૨)રાજયભાઇ મુળજીભાઇ વસાવા તથા (૩) દિપસીંગભાઇ મુળજીભાઇ વસાવા રહે.ટીલીપાડા નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા પકડાઇ ગયેલ અને તેમની અંગ ઝડતી માંથી રોકડ રૂપીયા ૩,૧૩,૮૬૦/- મોબાઇલ ફોન નગ-૦૨ કિ.રૂ.૪,૦૦૦/- તથા એક કડા લખેલ સ્લીપ કિ.રૂ.૦૦/- તથા સ્ક્રીન શોટની પિન્ટ બે કિ.રૂ.૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૧૭,૮૬૦ના જુગાર સાથે મળી આવી તયા આરોપી (૪) રાકેશભાઇ ઉર્ફે રાકો અભેસીગભાઇ વસાવા રહે.પારસી ટેકરા તા.દેડીયાપાડા જી.નર્મદા (૫) ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજો રૂપસિંગભાઈ વસાવા રહે રહે.દેડીયાપાડા ટેકરા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા જર નહીં મળી આવી વોન્ટેડ જાહેર કરી એક્બીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય તેઓના વિરૂધ્ધ જ.ધા.ક.૧૨ (અ) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है