બિઝનેસ

કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) પ્લેટફોર્મ પર સહકારી મંડળીઓની ‘ખરીદદારો’ તરીકે નોંધણીને મંજૂરી આપી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

GeM પ્લેટફોર્મ પર સહકારી મંડળીઓ: પારદર્શક, કાર્યક્ષમ અને આર્થિક પ્રાપ્તિ પ્રણાલી તરફ એક પગલું:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) પ્લેટફોર્મ પર સહકારી મંડળીઓની ‘ખરીદદારો’ તરીકે નોંધણીને મંજૂરી આપી છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, સહકાર મંત્રાલય રાજ્ય સહકારી અધિનિયમો હેઠળ નોંધાયેલ બહુ રાજ્ય સહકારી મંડળીઓ અને સહકારી મંડળીઓને GeMમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી ઈ માર્કેટપ્લેસ (GeM) પ્લેટફોર્મ પર સહકારી મંડળીઓની ‘બાયર્સ’ તરીકે નોંધણીને મંજૂરી આપી છે. આ સહકારી મંડળીઓને એક પ્લેટફોર્મ પર 45 લાખથી વધુ વિક્રેતાઓ સુધી પહોંચવામાં અને પારદર્શક, આર્થિક અને કાર્યક્ષમ પ્રાપ્તિ પ્રણાલીને અનુસરવામાં સક્ષમ બનાવશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, સહકાર મંત્રાલય રાજ્ય સહકારી અધિનિયમો હેઠળ નોંધાયેલ બહુવિધ રાજ્ય સહકારી મંડળીઓ અને સહકારી મંડળીઓને તેમના સભ્યોના લાભ માટે GeM પ્લેટફોર્મમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે અને આશા છે કે વધુને વધુ સહકારી મંડળીઓ GeM પ્લેટફોર્મ સાથે જોડાઈને આનો લાભ મેળવશે.

હાલમાં, ભારતમાં લગભગ 8.54 લાખ સહકારી સંસ્થાઓ છે જેમાં લગભગ 29 કરોડ સભ્યપદ છે. તેઓ માલસામાન અને સેવાઓના ઉત્પાદન માટે વિશાળ શ્રેણીની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ સહકારી સંસ્થાઓ તેમની કામગીરીને ટેકો આપવા માટે ખુલ્લા બજારમાંથી માલસામાન અને સેવાઓની વિશાળ ખરીદી કરે છે. પારદર્શક અને કાર્યક્ષમ પ્રક્રિયા દ્વારા સ્પર્ધાત્મક ભાવો મેળવવા માટે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત અનુભવાઈ હતી જેના પરિણામે સહકારી મંડળીઓના સભ્યોને લાભ થાય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો/ વિભાગો અને PSUs વગેરે માટે સામાન્ય વપરાશના સામાન અને સેવાઓની પ્રાપ્તિ માટે એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન માર્કેટ પ્લેસ પ્રદાન કરવા માટે સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) ની સ્થાપના પારદર્શક અને કાર્યક્ષમ રીતે રાષ્ટ્રીય પ્રાપ્તિ પોર્ટલ તરીકે કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2021-22માં GeMનો ઉપયોગ કરીને પ્રાપ્તિનું કુલ વેપારી મૂલ્ય રૂ. 1 લાખ કરોડથી વધુ હતું. 9,702 પ્રોડક્ટ કેટેગરી અને 279 સર્વિસ કેટેગરીમાં લગભગ 54 લાખ પ્રોડક્ટ્સ સૂચિબદ્ધ છે. નાણાકીય વર્ષ 2021-22માં અંદાજે રૂ.10,000 કરોડની બચત થઈ હતી.

GeM દ્વારા ખરીદી નીચેના લાભો પ્રદાન કરશે:

સહકારી સંસ્થાઓ ખુલ્લી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા સ્પર્ધાત્મક ભાવ મેળવશે, અને આ મંડળીઓના સભ્યો માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે.

સહકારી મંડળીઓ એક જ GeM પ્લેટફોર્મ પર દેશભરમાં ઉપલબ્ધ લગભગ 45 લાખ અધિકૃત વિક્રેતાઓ/ સેવા પ્રદાતાઓ પાસેથી ખરીદી કરી શકે છે.

GeM પર પ્રમાણભૂત પ્રક્રિયાઓને અનુસરવાથી સમયની બચત થશે અને વહીવટી બોજમાં ઘટાડો થશે.

તે સહકારી સંસ્થાઓની વિશ્વસનીયતા વધારશે કારણ કે ભંડોળના ગેરવહીવટની ફરિયાદો ઓછી થશે.

GeM સત્તાવાળાઓ સહકારી સંસ્થાઓ માટે સમર્પિત ઓન-બોર્ડિંગ પ્રક્રિયા, ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓન- બોર્ડિંગ અને વ્યવહારો માટે, ઉપલબ્ધ સંપર્ક કેન્દ્રો, ક્ષેત્રીય તાલીમ અને અન્ય સહાયક સેવાઓ દ્વારા સપોર્ટ પ્રદાન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है