ધર્મ

મહાદેવ મંદિરના ચોકમાં નવરાત્રિ મહોત્સવ યોજાશે નવલી નવરાત્રીની તૈયારીઓ અંતિમ તબક્કામાં :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જન વસાવા

દેડિયાપાડાનાં મહાદેવ મંદિરના ચોકમાં નવરાત્રિ મહોત્સવ યોજાશે નવલી નવરાત્રીની તૈયારીઓ અંતિમ તબક્કામાં!!!

દેડિયાપાડા માં આવેલાં મહાદેવ મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેડિયાપાડા ના યુવા આયોજકો તરફથી ગરબા રસિકો અને ખૈલેયાઓને કોઈ પણ પ્રકારની અગવડના પડે તે હેતુસર મહાદેવ મંદિરના પટાંગણને સાફ સફાઈ કરી આજુબાજુ અવનવા રંગોના પડદા અને ડેકોરેશન,   લાઈટીંગ લગાવવામાં આવી રહયા છે.

અગામી 26મી થી શરૂ થનાર નવલા નોરતામાં ખૈલેયાઓ ગરબે તેમજ રાસ ઘુમવા થનગનાટ અનુભવી રહ્યા છે. સોમવાર થી માં અંબે ના નોરતા ચાલુ થઇ રહયા છે , તેની તૈયારી ઓ નવયુવાનો અને ખેલૈયાઓ પહેલેથી જ નવા નવા સ્ટેપ શીખતાં હોય છે, દેડિયાપાડા ની પ્રજા તેમજ વેપારીઓ દ્વારા હાલ સાર્વજનિક ગરબા મહોત્સવની  તાડમર તૈયારીઓ ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है