ધર્મ

આંબાબારીમાં સરા, ખાંભલા મંડળ દ્વારા હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન:

સાધ્વી યશોદા દીદીનું સંદેશ: એકતા અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાની પ્રેરણા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

આંબાબારીમાં સરા, ખાંભલા મંડળ દ્વારા હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન:

સાધ્વી યશોદા દીદીનું સંદેશ: એકતા અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાની પ્રેરણા:

કમલેશ ગાંવિત, વાંસદા : સરા, ખાંભલા ગામ મંડળ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ પૂર્ણ થવાનાં ઉજવણીની સાથે શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય, આંબાબારી ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હિન્દુ સમાજમાં એકતા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે વિશેષ નોંધપાત્ર ગણાયું. કાર્યક્રમની શરૂઆત ભારત માતા પૂજન અને મહેમાનો દ્વારા દીપ પ્રગટાવવાથી ભવ્યતાપૂર્વક કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાલયની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું, જે કાર્યક્રમને એક ઉત્સાહી અને પ્રેમાળ શરૂઆત આપતી હતી.

ત્યારબાદ સ્વાગત પ્રવચન સાથે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કેશવ આશ્રમ શાળા, ખાંભલા ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. તેમાં આદિવાસી નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું, જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા વધામણી આપી હતી. દરેક મહેમાનને ખેસ ઓઢાડી અને હૃદયપૂર્વક સ્વાગત કરાયું.

મુખ્‍ય વક્તા સાધ્વી યશોદા દીદી દ્વારા હિન્દુ સમાજને એકજુટ થઈ ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે પ્રેરણા આપી હતી. સંઘના વક્તા દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી વિચારધારા અને સામાજિક સમરસતા પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમના અંતે શ્રી ભાવેશ પટેલ દ્વારા ઉપસ્થિત સૌનો હિન્દુ સમાજ તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરાયો અને ભવિષ્યમાં પણ આ રીતે એકતા સાથે આગળ વધવાની ઉજ્જવળ આશા વ્યક્ત કરવામાં આવી. અંતે સર્વે ઉપસ્થિતોએ અલ્પાહાર સ્વાદિષ્ટ રીતે ઉપભોગ કર્યો અને કાર્યક્રમનું સાનંદ સમાપન થયું.

આ ભવ્ય સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે નવનાથ સોલર તેમજ વૈદેહી આશ્રમશાળા, શિવારીમાળા ના સંયોજક સાધ્વી યશોદા દીદી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગામીત સમાજના અગ્રણી અને સરા ગામના સરપંચ શ્રી મહેશ ગામીત, જિલ્લા પંચાયત ખાંભલાના સભ્ય શ્રી બાપજુભાઈ ગાયકવાડ, અનંત ગામીત, ગુણવત ગામીત, ભાયકુ પવાર, અને સંઘના ભાવેશ પટેલ તથા રોહન પવાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા.

કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જે સમગ્ર પ્રસંગને વ્યવસ્થિત અને ઉત્સાહભર્યું બનાવતું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है