ગુજરાત

મોબાઇલ રિકવરીમાં ડાંગ પોલીસનો ડંકો:

સતત ત્રીજી વખત ગુજરાતના ટોપ-૩માં સ્થાન, ૮૪.૨૦% રિકવરી રેટ સાથે રાજ્યમાં સતત અગ્રેસર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

મોબાઇલ રિકવરીમાં ડાંગ પોલીસનો ડંકો:

સતત ત્રીજી વખત ગુજરાતના ટોપ-૩માં સ્થાન, ૮૪.૨૦% રિકવરી રેટ સાથે રાજ્યમાં સતત અગ્રેસર:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ગુમ અને ચોરાયેલા મોબાઇલ ફોન શોધી મૂળ માલિકોને પરત અપાવવાની કામગીરીમાં ડાંગ જિલ્લા પોલીસે સફળતાનો નવો શિખર સર કર્યો છે. વર્ષ ૨૦૨૬માં આજદિન સુધીમાં રૂ. ૪૧,૫૪,૯૮૫ની કિંમતના કુલ ૨૩૭ મોબાઇલ ફોન રિકવર કરી ૮૪.૨૦ ટકાનો રાજ્યમાં સર્વોચ્ચ રિકવરી રેટ હાંસલ કર્યો છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડાંગ જિલ્લા પોલીસે સતત ત્રીજી વખત ગુજરાતના ટોપ-૩ જિલ્લાઓમાં સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગની સૂચના તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાનને સફળતાપૂર્વક આગળ ધપાવવામાં આવી રહ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ, CEIR પોર્ટલના જિલ્લા નોડલ અધિકારી તરીકે, ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન સોર્સના સુમેળથી વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાંથી ગુમ થયેલા મોબાઇલ ફોન શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

અમદાવાદના જેલ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલવે, ડૉ. કે.એલ.એન. રાવ (IPS) તથા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના અધિક મહાનિદેશકશ્રી ગીરીશ કટારીયા દ્વારા ડાંગ જિલ્લા પોલીસને પ્રશંસાપત્ર અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.

સતત ત્રીજી વખત મળેલી આ સિદ્ધિ ડાંગ પોલીસની કાર્યદક્ષતા, ટેકનિકલ કુશળતા અને જનસેવા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.નાગરિકોની કિંમતી મિલકત પરત અપાવી ડાંગ પોલીસે ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है