
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: દિનકર બંગાળ
મધ્યપ્રદેશના ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના વૈજ્ઞાનિકો દ્વારા તાલીમ આપવામાં આવી:
વઘઈ: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને તાલીમ આપવામાં આવી.અવાર-નવાર ખેડૂતો લક્ષી કાર્યક્રમ યોજાય છે. જેમાં તાલીમ, ખેડૂતોના ખેતરમાં વિઝિટ, વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવી ખેડૂતોના હિત માટે કામ કરે છે.
હાલમાં મધ્યપ્રદેશના તાંજાપુર જિલ્લામાંથી આવેલ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ વિષય પર ચાર દિવસીય તાલીમ આપવામાં આવી હતી.જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે.બી.ડોબરિયા દ્વારા ખેડૂતોને મિલેટથી અવગત કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય વૈજ્ઞાનિકો દ્વારા હલકા ધાન્ય પાકોની ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો હોય તેમજ મધ્યપ્રદેશમાં પણ પ્રાકૃતિક ખેતી થતી હોય જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સમજણ અને રોગ જીવાતના નિયંત્રણ પર વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા.મધ્યપ્રદેશના 40 જેટલા ખેડૂતો અને અધિકારીઓ દ્વારા તાલીમ તેમજ હલકા ધાન્ય મ્યુઝિયમ, KVK ફાર્મ તેમજ પ્રાકૃતિક કૃષિ ડેમો યુનિટની મુલાકાત લીધી હતી. આ તમામ તાલીમાર્થીઓને હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર દ્વારા નાગલી બિયારણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું હતુ.
જેમાં તમામ ખેડૂતભાઈઓએ રસપૂર્વક બધી સમજણ મેળવી તેમજ પોતાના વિસ્તારમાં હલકા ધાન્ય વર્ગના વિવિધ પાકોનું વાવેતર કરી તેનો પ્રચાર-પ્રસાર કરશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.